Assam :કોણ બનશે મુખ્યમંત્રી, સોનેવાલ બીજીવાર સીએમ બનશે કે હેંમત બિસ્વા સરમાને મળશે કમાન
આસામમાં ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. 2 મેના રોજ મતગણતરી બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે? આ વખતે હેમંત બિસ્વા સરમાને રાજ્યની કમાન સોંપવામાં આવશે કે પછી સર્વાનંદ સોનોવાલ ફરીથી મુખ્યમંત્રી બનશે? રાજ્યના લોકોને હજી સુધી આ સવાલનો જવાબ મળ્યો નથી. મતગણતરીના બે દિવસ બાદ હજુ પણ ભાવિ મુખ્યમંત્રી અંગે અટકળો તેજ છે.
Assam માં ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. 2 મેના રોજ મતગણતરી બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે? આ વખતે હેમંત બિસ્વા સરમાને રાજ્યની કમાન સોંપવામાં આવશે કે પછી સર્વાનંદ સોનોવાલ ફરીથી મુખ્યમંત્રી બનશે? રાજ્યના લોકોને હજી સુધી આ સવાલનો જવાબ મળ્યો નથી. મતગણતરીના બે દિવસ બાદ હજુ પણ ભાવિ મુખ્યમંત્રી અંગે અટકળો તેજ છે.
Assam ની 126 બેઠકવાળી વિધાનસભામાં એનડીએને 75 બેઠકો મળી છે.જ્યારે કોંગ્રેસની આગેવાનીના ‘મહાજો 50 બેઠકો પર ચૂંટણી જીતી છે. આ ઉપરાંત એક બેઠક જેલમાં બંધ સામાજિક કાર્યકર અખિલ ગોગાઈ દ્વારા જીતી લેવામાં આવી છે. હેમંત બિસ્વા સરમાએ મંગળવારે ગુવાહાટીમાં પ્રેસને જણાવ્યું હતું કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાલમ કોલકાતામાં છે. તેથી મને નથી લાગતું કે આજે કોઈ બેઠક મળશે. મને લાગે છે કે બેઠક આવતીકાલે મળી શકશે.
તેમણે કહ્યું પાટી હાઇ કમાન્ડ દિલ્હીથી જ દરેક બાબતોનો નિર્ણય લે છે. તેથી આપણે રાહ જોવી પડશે. પાર્ટીની સંસદીય પાર્ટીની બેઠક દિલ્હીમાં યોજાશે જેમાં લોકોનો અભિપ્રાય લઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રિય કૃષિ પ્રધાન નિરીક્ષક તરીકે ગુવાહાટીની મુલાકાત લઈ શકે છે.
Assam માં વર્ષ 2016 માં સરબાનંદ સોનોવાલની આગેવાની હેઠળની ભાજપ જીતી હતી અને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઈની ઘોષણા કરવામાં આવી નથી. એનઆરસી અને સીએએ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પછી પણ, સર્વાનંદ સોનોવાલ પાર્ટીને ફરીથી સત્તામાં લાવવામાં સફળ થયા. તે જ સમયે, હેમંત બિસ્વા સરમા ઉત્તર-પૂર્વમાં ભાજપના સૌથી પ્રભાવશાળી નેતા છે. સરમા રાજ્યના નાણાં અને આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે અને બંને મંત્રાલયોમાં તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. આ વખતે તેઓ સીએમ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.