Assam-Mizoram Border Dispute: હિંસા માટે આસામને જવાબદાર ઠેરવી મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથાંગાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી

|

Jul 27, 2021 | 5:41 PM

Assam Mizoram Border Clash આસામ અને મિઝોરમ વચ્ચે સરહદ ઉપર થયેલ હિસંક અથડામણમાં આસામ પોલીસના છ જવાનો શહીદ થયા છે અને 50 લોકોને ઈજા પહોચી છે. આ બનાવ બાદ, કેન્દ્ર સરકારે બન્ને રાજ્યોની સરહદ ઉપરની સંવેદનશીલ જગ્યાએ સીઆરપીએફને તહેનાત કરી દીધી છે.

Assam-Mizoram Border Dispute: હિંસા માટે આસામને જવાબદાર ઠેરવી મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથાંગાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી
મિઝોરમે હિંસા માટે આસામને જવાબદાર ઠરાવ્યુ

Follow us on

આસામ અને મિઝોરમ વચ્ચે સરહદને લઈને સર્જાયેલા વિવાદ હિંસામાં ફેરવાયો છે. બે રાજ્યો વચ્ચેની સંવૈધાનિક સરહદની સુરક્ષા કરતા આસામ પોલીસના જવાન સહીત કુલ છ લોકોના, મોત નિપજ્યા છે. જ્યારે પોલીસ અધિકારી સહીત કુલ 60 જેટલા ઘાયલ થયા છે. હિસા અંગે બન્ને રાજ્યો એક બીજા રાજ્યની પોલીસને દોષી ગણાવે છે. અને કેન્દ્ર સરકારની દરમિયાનગીરીની માંગ કરી છે. આ દરમિયાન મિઝોરમના ગૃહ વિભાગે, અખબારી યાદી બહાર પાડીને આસામ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.

મિઝોરમ ગૃહ વિભાગ અનુસાર આઈજીપી, આસામ પોલીસના નેતૃત્વમાં લગભગ 200 સશસ્ત્ર પોલીસના જવાન 26મી જુલાઈએ વૈરેગટે ઓટો રિક્ષા સ્ટેન્ડ પર આવ્યા અને મિઝોરમ પોલીસની ચેકપોસ્ટ ઉખાડી ફેકીને ત્યા કબજો કરી લીધો હતો. આસામ અને મિઝોરમ વચ્ચે સરહદ ઉપર થયેલ હિસંક અથડામણમાં આસામ પોલીસના છ જવાનો શહીદ થયા છે અને 50 લોકોને ઈજા પહોચી છે. આ બનાવ બાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આસામ અને મિઝોરમના મુખ્યપ્રધાનો સાથે વાત કરી હતી.  કેન્દ્ર સરકારે બન્ને રાજ્યોની સરહદ ઉપરની સંવેદનશીલ જગ્યાએ સીઆરપીએફને તહેનાત કરી દીધી છે.

આસામના સશસ્ત્ર પોલીસ જબરજસ્તીથી મિઝોરમમાં પ્રવેશ્યા
મિઝોરમના ગૃહ વિભાગે જાહેર કરેલ વિગત અનુસાર, આસામ પોલીસના આઈજીપીના નેતૃત્વમાં આશરે 200 સશસ્ત્ર પોલીસ જવાન ગઈકાલ 26મી જુલાઈએ વૈરેગંટે રિક્ષા સ્ટેન્ડ ખાતે આવ્યા હતા. જ્યા ફરજ પરની ડ્યુટી પોસ્ટને બળજબરીથી હટાવી દીધી હતી અને તેના પર બળજબરીથી કબજો કરી લીધો હતો. આસામ પોલીસે, વૈરેગટે અને લાલપુર વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવ જા કરતા અનેક વાહનોમાં તોડફોડ કરી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

નિર્દોષ નાગરિકોને પણ બનાવ્યા નિશાન
મિઝોરમના ગૃહ વિભાગના જણાવ્યાનુસાર, આસામ પોલીસ દ્વારા કરાયેલ કૃત્યો અંગે કોલાસિબ જિલ્લાના વૈરેગંટેના સ્થાનિક લોકો પુછવા લાગ્યા તો આસામ પોલીસે નિર્દોષ નાગરિકો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. તેમજ ટીયરગેસના સેલ છોડ્યા હતા. જેમાં કેટલાક નાગરિકોને ઈજા પહોચી હતી.

કોલાસિબના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અને કાર્યકારી મેજીસ્ટ્રેટ તેમને મળીને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આસામ તરફથી આ મુદ્દે કોઈ ચર્ચા કરવા ઈચ્છુક નથી. સાથોસાથ તેમણે અથડામણ ચાલુ રાખી અને ટીયરગેસના સેલ છોડવાનુ અને ત્યાર બાદ ગોળીબાર કરાયા. ત્યાર બાદ મિઝોરમે પણ સામે આસામ પોલીસ સામે ગોળીબાર કર્યા.

દરમિયાન મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથાંગાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી છે.

Next Article