AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam Election 2021 : હેમંત બિસ્વાને રાહત, ચૂંટણી પંચે પ્રચાર પ્રતિબંધને ઘટાડીને 24 કલાક કર્યો

આસામમાં ભાજપના નેતા અને સરકારના સૌથી શક્તિશાળી પ્રધાન હેમંત બિસ્વા સરમાને ચૂંટણી પંચ તરફથી મોટી રાહત મળી છે. શનિવારે ચૂંટણી પંચે સરમાના પ્રચાર પર લગાવવામાં આવેલા 48 કલાકના પ્રતિબંધને ઘટાડીને 24 કલાક કરી દીધો છે.

Assam Election 2021 : હેમંત બિસ્વાને રાહત, ચૂંટણી પંચે પ્રચાર પ્રતિબંધને ઘટાડીને 24 કલાક કર્યો
Himanta Biswa Sarma ( File photo)
| Updated on: Apr 03, 2021 | 7:03 PM
Share

Assam Election 2021 : આસામમાં ભાજપના નેતા અને સરકારના સૌથી શક્તિશાળી પ્રધાન Himanta Biswa Sarma ને ચૂંટણી પંચ તરફથી મોટી રાહત મળી છે. શનિવારે ચૂંટણી પંચે સરમાના પ્રચાર પર લગાવવામાં આવેલા 48 કલાકના પ્રતિબંધને ઘટાડીને 24 કલાક કરી દીધો છે. હેમંત બિસ્વા સરમા દ્વારા આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓનું સંપૂર્ણ પાલન કરવાની ખાતરી આપ્યા બાદ ચૂંટણી પંચની પેનલે આ નિર્ણય લીધો છે.

હેમંત બિસ્વા સરમા સામે મળેલી ફરિયાદના આધારે પ્રતિબંધ મુક્યો હતો 

ઉલ્લેખનીય છે કે, આસામ વિધાનસભાની ચૂંટણી દરમિયાન BJP ના વરિષ્ઠ નેતા અને મંત્રી હેમંત બિસ્વા સરમા (Hemant Biswa Sarma)ને મોટો ઝટકો લાગ્યો હતો . શુક્રવારે કેન્દ્રીય ચૂંટણીપંચે તાત્કાલિક અસરથી હેમંત બિસ્વા સરમાના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના પગલે આસામ સરકારના મંત્રી અને BJP ના નેતા હેમંત બિસ્વા સરમા આગામી બે દિવસ રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી શકત નહીં.  ચૂંટણીપંચે સરમા સામે મળેલી ફરિયાદના આધારે તેમના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

ચૂંટણીપંચે 48 કલાક માટે પ્રતિબંધ લગાવ્યો હતો  કેન્દ્રીય ચૂંટણીપંચે તાત્કાલિક અસરથી Himanta Biswa Sarma ના ચૂંટણી પ્રચાર પર 48 કલાક માટે પ્રતિબંધિત લગાવી દીધો હતો.કોંગ્રેસે હેમંત બિસ્વા સામે ફરિયાદ કરી હતી કે તેમણે કોંગ્રેસ અને બીપીએફ ઉમેદવાર મોહલેરીને ધમકી આપી હતી કે તેઓ NIAનો ઉપયોગ કરીને જેલમાં મોકલશે.

અગાઉ કારણદર્શક નોટીસ ફટકારી હતી અગાઉ ચૂંટણીપંચે આસામના મંત્રી અને ભાજપ નેતા હેમંત બિસ્વા સરમાને વિપક્ષી નેતા બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ના નેતા હગરામ મોહિલેરી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કારણદર્શક નોટિસ ફટકારી હતી. ચૂંટણીપંચ દ્વારા કોંગ્રેસની ફરિયાદ પર નોટિસ ફટકારવામાં આવી હતી.બોડોલેન્ડ પીપલ્સ મોરચો આસામમાં કોંગ્રેસનો સાથી છે. કોંગ્રેસ બદરૂદ્દીન અજમલની પાર્ટી એઆઇયુડીએફ અને બીપીએફ સાથે ગઠબંધન કરીને આ ચૂંટણી લડી રહી છે.

ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન 6 એપ્રિલ

આસામમાં બે તબક્કાના મતદાન થઇ ચુક્યું છે. જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 6 એપ્રિલે 40 બેઠકો માટે યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં, 27 માર્ચે, લગભગ 79.97 ટકા મતદારોએ 47 બેઠકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે બીજા તબક્કામાં ગુરુવારે 39 બેઠકો પર મતદાન થયું હતું. 2 મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ વખતે આસામમાં મુખ્ય હરિફાઇ ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે.

g clip-path="url(#clip0_868_265)">