ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખૂલીને સામે આવ્યા Arvind Kejriwal, રવિવારે ખેડૂત નેતાઓને આપશે લંચ

|

Feb 20, 2021 | 4:20 PM

આમ આદમી પાર્ટીની સરકારના વડા અને સીએમ Arvind Kejriwal એ  એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે બપોરના સમયે ખેડૂત નેતાઓ સાથે ચર્ચા કરશે. આ ચર્ચા ત્રણેય કૃષિ બીલોને લગતી ખામીઓ પર રહેશે.

ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખૂલીને સામે આવ્યા Arvind Kejriwal, રવિવારે ખેડૂત નેતાઓને આપશે લંચ

Follow us on

દિલ્હી નજીક સિંઘુ સરહદ પર પંજાબ અને હરિયાણાના ખેડુતો દ્વારા ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા પાછો ખેંચવાની માંગ, વિરોધ પ્રદર્શન શનિવારે માં દિવસે પ્રવેશ્યું છે. આ સાથે ગાઝીપુર, શાહજહાંપુર અને સિંઘુ સરહદ પર ખેડુતો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પર દબાણ લાવી રહ્યા છે કે ત્રણ કેન્દ્રિય કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે.

આ દરમ્યાન દિલ્હીમાં  આમ આદમી પાર્ટીની સરકારના વડા અને સીએમ Arvind Kejriwal એ  એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે બપોરના સમયે ખેડૂત નેતાઓ સાથે ચર્ચા કરશે. આ ચર્ચા ત્રણેય કૃષિ બીલોને લગતી ખામીઓ પર રહેશે. દિલ્હી વિધાનસભામાં ખેડૂત સંગઠનોના મોટા નેતાઓ બપોરનું ભોજન આપશે તેવી માહિતી બહાર આવી રહી છે. તમામ મોટા ખેડૂત નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ તેમાં ભાગ લેશે. Arvind Kejriwal પણ ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પંજાબ મ્યુનિસિપલ ચૂંટણીઓના પરિણામોમાં બે મહિનાથી ચાલી રહેલા ત્રણ કૃષિ બીલો સામે ખેડૂત આંદોલનની સંપૂર્ણ અસર જોવા મળી છે. પંજાબના ખેડુતોના સમર્થનમાં રહેલી કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જબરદસ્ત સફળતા મળી છે. આની સાથે જ આમ આદમી પાર્ટીને પણ ખેડૂતોને ટેકો આપવાનો લાભ મળ્યો છે. આમ આદમી પાર્ટી કૃષિ કાયદાની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આંદોલનકારી ખેડૂતોને અનેક પ્રકારની સહાય પૂરી પાડી હતી. વાઇફાઇની સુવિધા પણ ખેડૂતોને આપવામાં આવી છે. આમ છતાં પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને સફળતા આપી નથી. જેમાં પંજાબમાં આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને રહી છે.

Next Article