નાણાં પ્રધાન અરૂણ જેટલીએ PM મોદીને પત્ર દ્વારા નવી મંત્રીમંડળમાં સમાવેશને લઈ પોતાના સ્થાન વિશે આપી માહિતી
બીમારીથી લડી રહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલીએ PM મોદીને ઉલ્લેખીને ચીઠ્ઠી લખી છે. ટવીટર પર તેનો એક ફોટો પણ શેર કર્યો છે. પોતાના સ્વાસ્થય વિશે કહ્યું કે હું 18 મહિનાથી બીમાર છું. મારી તબિયત હાલ પણ ખરાબ છે. જેને ધ્યાનમાં રાખીને મને મંત્રીપદ આપવાનો વિચાર કરવો જોઈએ. સાથે PM મોદી વિશે પણ પોતાનું મંતવ્ય જણાવતા […]
બીમારીથી લડી રહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલીએ PM મોદીને ઉલ્લેખીને ચીઠ્ઠી લખી છે. ટવીટર પર તેનો એક ફોટો પણ શેર કર્યો છે. પોતાના સ્વાસ્થય વિશે કહ્યું કે હું 18 મહિનાથી બીમાર છું. મારી તબિયત હાલ પણ ખરાબ છે. જેને ધ્યાનમાં રાખીને મને મંત્રીપદ આપવાનો વિચાર કરવો જોઈએ. સાથે PM મોદી વિશે પણ પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું કે મેં પાંચ વર્ષ તમારી આગેવાનીમાં કામ કર્યું છે. જેનો અનુભવ મારા માટે ખૂબ સારો રહ્યો છે. અગાઉ પણ NDAની સરકારમાં મને જવાબદારી આપવામાં આવી હતી. સાથે પાર્ટી અને સંગઠનમાં પણ મને જવાબદારીઓ મળી ચૂકી છે. હવે મને કઈ વિશેષ આશા નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ મોદી સરકારમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર પછી ગુજરાતના આ 4 નેતાઓને પણ મળી શકે છે પ્રધાન પદ
Union Minister @arunjaitley writes letter to PM @narendramodi asking him to give him reasonable time for treatment and health. pic.twitter.com/xA9pYstJcz
— Tv9 Gujarati (@tv9gujarati) May 29, 2019
અરૂણ જેટલીએ ત્યાં સુધી કહ્યું કે PM તમે જ્યારે કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે મે તમને ઔપચારીક રીતે મારા સ્વાસ્થયના કારણો વિશે જણાવ્યું હતું કે, હું કોઈ જવાબદારી લેવા માટે અસમર્થ છું. હાલ હું મારા ઈલાજ પર ધ્યાન આપવા માગુ છું.