Anil Deshmukhને લઈને શરદ પવારે કરેલા દાવા ખોટા? 15 ફેબ્રુઆરીએ દેશમુખ ચાર્ટર્ડ પ્લેનથી મુંબઇ આવ્યાનાં પુરાવા

|

Mar 23, 2021 | 10:41 AM

શરદ પવારે દાવો કર્યો હતો કે અનીલ દેશમુખ 15 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં હતા. જ્યારે એક દસ્તાવેજમાં પુરાવા મળી આવ્યા છે કે તેઓ એ દિવસે ચાર્ટર પ્લેનથી મુંબઈ આવ્યા હતા.

Anil Deshmukhને લઈને શરદ પવારે કરેલા દાવા ખોટા? 15 ફેબ્રુઆરીએ દેશમુખ ચાર્ટર્ડ પ્લેનથી મુંબઇ આવ્યાનાં પુરાવા

Follow us on

સોમવારે મહારાષ્ટ્રના રાજકારણમાં એટલી બધી અરાજકતા હતી કે શરદ પવારે ચાર્જ સંભાળવો પડ્યો. પરંતુ અનિલ દેશમુખ વિશે એવો પર્દાફાશ થયો છે જેના દ્વારા સમગ્ર મહારાષ્ટ્ર સરકારનું ડગમગાવવું નક્કી છે. સચિન વાઝેને મળવાની વાતને ગૃહમંત્રી દેશમુખ અને શરદ પવારે ફગાવી દીધી હતી અને એના પર હવે સવાલો ઉભા થઇ રહ્યા છે. શરદ પવારે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે દેશમુખ 15 ફેબ્રુઆરી સુધી કોરોનાને કારણે હોસ્પિટલમાં હતા. આ પછી તે હોમ આઇસોલેશનમાં ગયા.

પવારે કહ્યું કે દેશમુખ સામે ભ્રષ્ટાચારના પરમબીર સિંહના આરોપો તે સમયગાળા સાથે સંબંધિત છે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેથી તેમના (ગૃહ પ્રધાન) રાજીનામાનો કોઈ સવાલ નથી. આમ કહીને પવારે આરોપોને ફગાવી દીધા હતા. પવારે બે દિવસમાં બીજી વખત પત્રકાર પરિષદમાં કહ્યું, “અમને એવી માહિતી મળી છે કે દેશમુખને તે સમયે નાગપુરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોપો તે સમયથી સંબંધિત છે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલનું સર્ટિફિકેટ પણ છે.”

પવારના બચાવ પર સવાલ?

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દેશમુખના બચાવમાં શરદ પવારે કરેલા દાવા પર એક દસ્તાવેજને લઈને સવાલો ઉભા થઇ રહ્યા છે. આ કાગળ મુજબ અનિલ દેશમુખ 15 ફેબ્રુઆરીએ નાગપુરથી ખાનગી જેટ દ્વારા મુંબઇ ગયા હતા, વિમાનમાં દેશમુખ સહિત કુલ 8 મુસાફરો હતા. આ દસ્તાવેજથી સામે આવ્યા એ પહેલા જ અનિલ દેશમુખે હિન્દીમાં પણ નિવેદન જારી કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે નાગપુરમાં ઘરમાં અઈસોલેશનમાં હતા.

દેશમુખે કહ્યું કે, “હું 5 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન એડમિટ હતો, મને 15 ફેબ્રુઆરીએ રજા મળી હતી, જ્યારે હું ઘરે જવા માટે હોસ્પિટલમાંથી નીચે આવ્યો અને ત્યારે ઘણા બધા પત્રકારો હોસ્પિટલના ગેટ ઉપર ઉભા હતા. તેમણે મને કેટલાક પ્રશ્નો પૂછવા હતા, હું કોવિડને કારણે નબળો હતો. તેના કારણે હું સવાલોના જવાબ આપતી વખતે ખુરશી પર બેઠો અને કારમાં બેસીને ઘરે ગયો. ત્યાંથી હોમ અઈસોલેશનમાં ગાયો હતો.

દેશમુખ પર 100 કરોડની વસુલીનો આરોપ

આ આગાઉ પરમબીરસિંહના લેટરમાં આરોપ હતો કે અનીલ દેશમુખે સચિન વાઝેને 100 કરોડની વસુલીનો ટાર્ગેટ આપ્યો હતો.

 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં પરમબીરસિંહનો ઘટસ્ફોટ, ભાજપના નેતાઓને ફસાવવાનું હતું અનીલ દેશમુખનું કાવતરું

Next Article