સુપ્રીમ કોર્ટમાં પરમબીરસિંહનો ઘટસ્ફોટ, ભાજપના નેતાઓને ફસાવવાનું હતું અનીલ દેશમુખનું કાવતરું

પરમબીરસિંહે સોમવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. જેમાં તેમણે અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ તપાસની માંગ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં પરમબીરસિંહનો ઘટસ્ફોટ, ભાજપના નેતાઓને ફસાવવાનું હતું અનીલ દેશમુખનું કાવતરું

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ તપાસની માંગ માટે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સોમવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પરમબીરસિંહે દેશમુખ સામે મોટો આરોપ પણ લગાવ્યો છે. અરજીમાં સિંહે કહ્યું હતું કે, અનિલ દેશમુખ દાદરા નગર હવેલીના સાંસદ મોહન દેલકરના આપઘાત કેસમાં ભાજપના નેતાઓને ફસાવવા માંગતા હતા.

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ 1988 ની બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે મુંબઈના પોલીસ કમિશનર પદેથી તેમની બદલીને ‘મનસ્વી’ અને ‘ગેરકાયદેસર’ હોવાનો આરોપ લગાવતા આદેશને રદ કરવાની પણ વિનંતી કરી છે. સિંહે વચગાળાની રાહત તરીકે તેમના ટ્રાન્સફર ઓર્ડર પર સ્ટે મુકવા વિનંતી કરી છે અને રાજ્ય સરકાર, કેન્દ્ર અને સીબીઆઈને તાત્કાલિક દેશમુખના ઘરના સીસીટીવી ફૂટેજ કબજે કરવા વિનંતી કરવામાં આવી છે.

દર મહિને 100 કરોડની વસુલીનું લક્ષ્યાંક

સિંહે આરોપ લગાવ્યો છે કે દેશમુખે ફેબ્રુઆરી 2021 માં તેના ઘરે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ, મુંબઇના સચિન વાઝે, મુંબઈના એસસીપી સંજય પાટીલ, સમાજ સેવા શાખા સહિતના અન્ય પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ બેઠકમાં તેમણે મહિને100 કરોડ રૂપિયાની વસુલીનો ટાર્ગેટ આપ્યો હતો. આ સાથે જુદા જુદા મથકો અને અન્ય સોર્સમાંથી પણ વસુલી કરવા સૂચના આપવામાં આવી હતી.

ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં પણ ભ્રષ્ટાચાર

સિંહે કહ્યું કે વિશ્વસનીય માહિતી છે કે ટેલિફોન વાતચીત સાંભળવાના આધારે બદલી અને પોસ્ટ કરવામાં દેશમુખની ગેરવર્તણૂકની બાબતને 24-25 ઓગસ્ટ 2020 ના રોજ રાજ્યના ગુપ્તચર કમિશનર રશ્મિ શુક્લાએ પોલીસ મહાનિર્દેશકના ધ્યાને લાવી હતી. જેમણે આ અંગે મહારાષ્ટ્ર સરકાર, ગૃહ વિભાગ, અધિક મુખ્ય સચિવને પણ જણાવવામાં આવ્યું હતું.

‘ભાજપના નેતાઓને ફસાવવા માગતા હતા’

સિંહે કહ્યું કે દેશમુખ જુદી જુદી તપાસમાં દખલ કરી રહ્યા હતા અને પોલીસ અધિકારીઓને તેઓએ આપેલી વિશેષ રીતની માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના આપી રહ્યા હતા. આવી જ એક ઘટનાને ટાંકીને સિંહે આરોપ લગાવ્યો કે દેશમુખ ભાજપના નેતાઓને દાદરા અને નગરહવેલીના સાંસદ મોહન દેલકરની આત્મહત્યા કેસમાં ફસાવવા માંગતા હતા.

પોલીસ વિભાગના લીગલ સેલ પાસેથી સલાહ માંગી

સાંસદ મોહન ડેલકર 22 ફેબ્રુઆરીએ તેની મુંબઈની હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેની પાછળ 15 પાનાની સુસાઇડ નોટ તેમણે મૂકી હતી. સિંહે કહ્યું કે પ્રારંભિક પૂછપરછ અને અહેવાલો બાદ તેમણે આ કેસની તપાસ શરૂ કરી અને પોલીસ વિભાગના કાનૂની સેલની સલાહ લીધી.

પરમબીર દબાણ સામે ઝૂક્યા નહીં

અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ગૃહ પ્રધાન, મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેટલાક ભાજપ નેતાઓની ભૂમિકાની તપાસ કરવા અને તેમને કોઈ રીતે ફસાવી દેવા માટે દબાણ લાવી રહ્યા હતા. જોકે અરજદાર તેના દબાણ સામે ઝુક્યા નહીં.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati