Mamata Banerjee ને વધુ એક આંચકો, ફોરેસ્ટ મંત્રી રાજીવ બેનર્જીએ આપ્યું રાજીનામું

|

Jan 22, 2021 | 4:41 PM

પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાઓમાં ચુંટણી યોજાવવાની છે, તેવા સમયે સત્તાધારી પક્ષ ટીએમસી અને Mamta Banarjee એક વધુ આંચકો લાગ્યો છે. Mamta Banarjee સરકારના ફોરેસ્ટ મીનીસ્ટર રાજીવ બેનર્જીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

Mamata Banerjee ને વધુ એક આંચકો, ફોરેસ્ટ મંત્રી રાજીવ બેનર્જીએ આપ્યું રાજીનામું
Mamata Banerjee & Rajib Banerjee

Follow us on

પશ્ચિમ બંગાળમાં આગામી મહિનાઓમાં ચુંટણી યોજાવવાની છે, તેવા સમયે સત્તાધારી પક્ષ ટીએમસી અને Mamta Banarjee એક વધુ આંચકો લાગ્યો છે. Mamta Banarjee સરકારના ફોરેસ્ટ મીનીસ્ટર રાજીવ બેનર્જીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામાંમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળમાં લોકોની સેવા કરવી સન્માન અને સૌભાગ્યની વાત છે. મને આ અવસર પ્રદાન કરવા બદલ હું જનતાનો આભારી છું.

રાજીવ બેનર્જીના રાજીનામા બાદ અફવાઓનું બજાર ગરમ છે તેમજ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે તે પણ સુવેંદુ અધિકારીની જેમ ભાજપનો હાથ થામશે, આ દરમ્યાન પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનકડે રાજીવ બેનર્જીનું રાજીનામું મંજુર કરી લીધું છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ટીએમસી ધારાસભ્ય અરિન્દમ ભટ્ટાચાર્યે બુધવારે ભાજપનો હાથ થામી લીધો હતો. ગત મહિને પણ સુવેન્દુ અધિકારી સહિત ટીએમસીના અનેક નેતાઓ ભાજપમાં સામેલ થયા હતા. તે સમયે ગુહમંત્રી અમિત શાહે નિવેદન કર્યું હતું કે ચુંટણી પૂર્વે મમતા બેનર્જીએ એકલા રહી જશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નાદિયાના શાંતિપૂરના ધારાસભ્ય અરિન્દમ ભટ્ટાચાર્ય છેલ્લી વિધાનસભા બેઠકમાં કોંગ્રેસની બેઠક પર ચુંટણી લડયા હતા. તેની બાદ તે ટીએમસીમાં સામેલ થયા હતા. અરિન્દમ ભટ્ટાચાર્ય નવી દિલ્હીમાં ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય સહિત અનેક નેતાઓની હાજરીમાં ભાજપમાં સામેલ થયા. આ દરમ્યાન તેમણે કહ્યું કે કોંગ્રેસના ચુંટણી નિશાન પર જીત્યો હતો અને ટીએમસી સમર્થન આપ્યું કે વિકાસ થશે પરંતુ તેવું થયું નહી.

Next Article