‘મને કંઈ પણ થશે તો તેની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રહેશે’ જાણો આવું કોણે અને શા માટે કહ્યું?

'મને કંઈ પણ થશે તો તેની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રહેશે' જાણો આવું કોણે અને શા માટે કહ્યું?

ભ્રષ્ટ્રાચારની વિરુદ્ધમાં અણ્ણા હજારે પોતાના જ ગામમાં આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. અણ્ણા માગણી કરી રહ્યાં છે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તની લાવવામાં આવે. ભ્રષ્ટ્રાચારની સામે અણ્ણા હજારેએ પોતાના જ ગામમાં આમરણાંત ઉપવાસ શરુ કરી દીધા છે. 30 જાન્યુઆરીના રોજ શરુ થયેલાં તેમના અનિશ્ચીતકાળના ભૂખ હડતાળનો ચોથો દિવસ થઈ ગયો છે. તેમણે વડાપ્રધાન મોદી […]

TV9 WebDesk8

| Edited By: Parth_Solanki

Feb 03, 2019 | 5:06 PM

ભ્રષ્ટ્રાચારની વિરુદ્ધમાં અણ્ણા હજારે પોતાના જ ગામમાં આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. અણ્ણા માગણી કરી રહ્યાં છે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તની લાવવામાં આવે.

ભ્રષ્ટ્રાચારની સામે અણ્ણા હજારેએ પોતાના જ ગામમાં આમરણાંત ઉપવાસ શરુ કરી દીધા છે. 30 જાન્યુઆરીના રોજ શરુ થયેલાં તેમના અનિશ્ચીતકાળના ભૂખ હડતાળનો ચોથો દિવસ થઈ ગયો છે. તેમણે વડાપ્રધાન મોદી પર પોતાનો વાર કરીને કહ્યું કે મને કંઈ પણ થયું તો તેની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રહેશે. એટલું જ નહીં તેમણે 8 ફેબ્રુઆરીના પદ્મભૂષણ પરત કરવાની પણ ચીમકી આપી છે.

અણ્ણા હજારેએ વધુમાં કહ્યું ‘લોકો મને એવા માણસ તરીકે યાદ રાખશે જે સ્થિતિનો સામનો કરતો, એવા લોકોની જેમ નહીં જે આગ ભડકાવે. જો મને કંઈપણ થયું તો લોકો વડાપ્રધાનને જવાબદાર ઠેરવશે. લોકપાલની મદદથી વડાપ્રધાનની પણ તપાસ થઈ શકે છે જો લોકો તેમની વિરુદ્ધ કોઈ પુરાવા આપી શકે.’

[yop_poll id=1051]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati