Gujarati NewsPoliticsAhmedabad lets take resolution of winning all 26 ls seats amit shah during launch of bjp parivar
વિપક્ષી ગઠબંધનથી શું અમિત શાહ પોતે ડરી ગયા છે ? જો એવું ના હોત તો તેમણે કાર્યકરોને ન આપી હોત આવી સલાહ…
માયાવાતી હોય, મમતા બેનર્જી હોય, અખિલેશ યાદવ હોય કે ચંન્દ્રબાબુ નાયડુ, બીજેપી સામે અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે તમામ પક્ષો એક થઇને ગઠબંધન કરી રહ્યા છે, ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓમા્ ખાસ ડર જોવા મળી રહ્યો છે, કાર્યકર્તાઓના આ ડરને બીજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના પક્ષના જ એક કાર્યક્રમમાં વ્યક્ત કરી. અમિત શાહને […]
માયાવાતી હોય, મમતા બેનર્જી હોય, અખિલેશ યાદવ હોય કે ચંન્દ્રબાબુ નાયડુ, બીજેપી સામે અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે તમામ પક્ષો એક થઇને ગઠબંધન કરી રહ્યા છે, ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓમા્ ખાસ ડર જોવા મળી રહ્યો છે, કાર્યકર્તાઓના આ ડરને બીજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના પક્ષના જ એક કાર્યક્રમમાં વ્યક્ત કરી.
અમિત શાહને ખબર છે કે તેઓ ભલે પાર્ટીના ચાણક્ય છે, પણ જે રીતે રાહુલ ગાંધીના આરોપોથી લઇને મમતા બેનર્જીના બંગાળના સીબીઆઇ કાંડની ઘટના માધ્યમોમાં હેડ લાઇન બની રહ્યા છે તેના કારણે કાયકરોમાં ચિતા છે, ત્યારે કાર્યકરોનો ઉત્સાહ ઘટી રહ્યો છે, અને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢ પછી કાર્યકરો એ પણ સમજતા થઇ ગયા હતા કે હવે સ્થિતિ પહેલા જેવી અનુકુળ નથી, ત્યારે કાર્યકર્તાઓના મનોબળ વધારવા માટે ગઠબંધનના ડરને કાઢવાની સલાહ રાષ્ટ્રિય અધ્યક્ષે સ્વયં આપી છે.
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો
રવિન્દ્ર જાડેજાનો આવો છે પરિવાર
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,
ગુજરાતમાં 26 સીટના નિશાનથી જીતાડવાની છે, અને ગઠબૂંધનને લઇને જે ડર છે તે કાઢી નાખો, કારણકે મામતા દીદી, દેવગોડા અખિલેશ પોતાના રાજ્યમાં છે જેમને તમે 2014માં હરાવી દીધા હતા
ભાજપ અધ્યક્ષનો આંકડાકીય ગણિત સાથે પ્રચાર
બીજેપી ગુજરાતમાં એક કરોડ સહિત દેશમાં 20 કરોડ મતદાતાઓનો સંપર્ક કરવા માગે છે, જે ગણીત સાથે તેમણે ચાર કાર્યક્રમો લોન્ચ કર્યા ,જેની શરુઆત પક્ષના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે પોતાના અમદાવાદના નિવાસ સ્થાનેથી કરાઇ,, પાર્ટીએ ગણતરી પુર્વક કાર્યક્રમનુ આયોજન કર્યુ, લાભાર્થિ સંપર્ક,, ભાજપના દિપાવલી,, સહિતના કાર્યક્રમોથી પાચ કરોડ ધરોનો સંપર્ક કરશે, પાર્ટી માને છે કે આ પાચ કરોડ પરિવારોના 20 કરોડ મતો થાય છે, 2014માં પાર્ટીને 17.5 કરોડ મતો મળ્યા હતા અને બીજેપી બહુમતીમા આવી હતી ત્યારે બીજેપીના નેતા દાવો કરે છે કે જો આ કાર્યક્રમ સફળ રહ્યું તો નિશ્ચિત બહુમતી મળશે.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ
5 કરોડ ઘરોનો સંપર્ક કરવાનો છે એક ઘરમાં ચાર મતદાતા હોય તો 20 કરોડ મતદાતા થશે બે મહિનામા 20 કરોડ મતદાતાનો સંપર્ક થશે તો જેઓ મોદીને સમર્થન આપશે. 2014માં 17.5 કરોડ મતો મળ્યા હતા ત્યારે પુુર્ણ બહુમત મળી હતી ત્યારે આ વખેત પણ બનશે
અમિત શાહે પોતાના ભાષણમાં પ્રિયંકા ગાંધી અને રાફેલ પર મૌન
અમિત શાહે ફરી એક વાર પોતાના ભાષણમાં નરેન્દ્રમોદીને ગુજરાતી તરીકે પ્રસ્થાપિત કર્યા અને ગુજરાત અને ગુજરાતીઓને કોગ્રેસેના કથિત અન્યાયની વાત પણ દોહરાવી, જેમાં સરદાર પટેલ ,મોરારજી દેસાઇ અને નરેન્દ્રમોદીના નામનો ઉલ્લેખ કર્યો, અને ગુજરાતની 26 સીટ રેકોર્ડ બ્રેક માર્જીનથી જીતવા અપિલ કરી, રાષ્ટ્રિય અધ્યક્ષે અનેક વાત કરી,, પણ ન તો પોતાના ભાષણમાં પ્રિયંકા ગાંધીનુ નામ લીધુ,, ન રાફેલ વિશે કોઇ સફાઇ આપી, ન તો વડા પ્રધાનના ઇમેજ તોડવાના પ્રયત્નોની ચર્ચા કરી,, તેમને ખબર છે કે આ બધી વસ્તુઓ બીજેપીના કાર્યકરોના મનમાં છે, જો અહી અમિત શાહ પણ આ જ ચર્ચા કરે તો નિશ્ચજિત પાર્ટી બેક ફુટ ઉપર આવશે, અને કાર્યકરોનુ મોરલ પણ તુટશે, છતાં પડકારો છે તે વાત અમિત શાહ માનીને ચાલી રહ્યા છે.
કાર્યક્રમને સફળ બતાવવા વિદ્યાર્થીઓને થયું નુકશાન ?
અમિત શાહ અદમાવાદ પોતાના નિવાસસ્થાને ‘મારો પરિવાર ભાજપા પરિવાર’ કાર્યક્રમને લોન્ચ કર્યો. અને ત્યાથી રેલી કાઢીને નજીના પંડીત દિન દયાલ ઉપાધ્યાય ઓડોટોરિયમમાં સમ્મેલન માટે પહોચ્યા, જ્યાં સ્થાનિક તમામ ધારાસભ્યો શહેરના પદાધિકારઓની હાજરી હતી, મહિલા કાર્યક્રતાઓને ખાસ કેસરી સાફા સાથે બોલવાયા હતા, ત્યારે તમના માટે ખાસ્સો જોશ જોવા મળ્યો, પણ કોલેજના વિદ્યાર્થિઓને પણ ખુરસી ભરવા અને હોલ ખીચો ખીચ ભરેલુ દેખાય તેના માટેનુ આયોજન કરાયું. લગભગ ચારથી વધુ કોલેજના 300થી વધુ યુવક યુવતિઓને એક દિવસનો અભ્યાસ છોડાવીને રાજકીય અભ્યાસ માટે લવાયો હતો. અહી ટીવીનાઇને અનેક વિદ્યાર્થિઓ સાથે વાત કરી,જેમાં અલગ અલગ જવાબ મળ્યા, કેટલાકે સ્ક્રીપ્ટ પ્રમાણે વાત કરી,, તો કેટલાકે સ્વીકાર્યુ કે તેમને અહી તેમના ટીચર લઇને આવ્યા છે ,તો કેટલાકે માન્યુ કે લેક્ચર છોડાવીને અહી લવાયો છે.