અમરાઈવાડીમાં પ્રચાર પહેલા જ વિવાદ…ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના ખાસ કાર્યકર પાર્ટીમાંથી સસ્પેન્ડ

|

Oct 04, 2019 | 2:29 PM

ચૂંટણી દરમિયાન ટિકિટ મેળવવાથી લઈને વિરોધી પક્ષના ઉમેદવારને જીતાડવા જેવી અનેક પક્ષ પ્રવૃતિ થતી હોય છે. આવા અનેક કિસ્સા અત્યાર સુધીમાં સામે પણ આવ્યા છે. અને રાજકીય પક્ષો દ્વારા આ પ્રકારની પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી પણ થાય છે. જો કે આ તમામ કાર્યવાહી ચૂંટણી પૂર્ણ અને પરિણામોની જાહેરાત બાદ થતી જોવા મળે છે. જો કે આજે […]

અમરાઈવાડીમાં પ્રચાર પહેલા જ વિવાદ...ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના ખાસ કાર્યકર પાર્ટીમાંથી સસ્પેન્ડ

Follow us on

ચૂંટણી દરમિયાન ટિકિટ મેળવવાથી લઈને વિરોધી પક્ષના ઉમેદવારને જીતાડવા જેવી અનેક પક્ષ પ્રવૃતિ થતી હોય છે. આવા અનેક કિસ્સા અત્યાર સુધીમાં સામે પણ આવ્યા છે. અને રાજકીય પક્ષો દ્વારા આ પ્રકારની પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી પણ થાય છે. જો કે આ તમામ કાર્યવાહી ચૂંટણી પૂર્ણ અને પરિણામોની જાહેરાત બાદ થતી જોવા મળે છે. જો કે આજે અમદાવાદના અમરાઇવાડીના એક કાર્યકરને સસ્પેન્ડ કરતા ભાજપમાં જ ભડકા જેવી સ્થિતિ થઈ છે. શહેર ભાજપ દ્વારા શુક્રવારે એક પ્રેસનોટ જાહેર કરી ભાઈપુરા વોર્ડના કાર્યકર્તા નિલમ પટેલને પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાના કારણે સસ્પેન્ડ કર્યા છે. જો કે આ કાર્યકર્તાએ આખરે એવું શું કર્યુ જેના કારણે પાર્ટીને આ પ્રકારના પગલા લેવા પડ્યા છે. જે અંગે કોઈ જાહેરાત કરાઈ નથી.

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ગુંડારાજ….Tv9ના પત્રકારોનું અપહરણ અને માર મરાયો, ભાજપના નેતાના ભાઈ દ્વારા કરાયું અપહરણ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ અંગે ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ સાથે વાત કરી હતી. જેનો જવાબ આપતા કહ્યું કે, પ્રદેશ નેતૃત્વ દ્વારા આ નિર્ણય લેવાયો છે. પરંતુ કેમ આ કાર્યવાહી કરવી પડી એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તો બીજી તરફ નીલમ પટેલ સાથે આ અંગે વાતચીતમાં જાણવા મળ્યું કે, ક્યારેય પક્ષ વિરોધી કોઈ પ્રવૃતી કરી નથી. સાથે જ પોતાના સસ્પેન્શનની જાહેરાત પણ તેમને પ્રેસનોટના માધ્યમથી થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એ વાત નોંધવી જરૂરી છે કે, ભાજપ એક શિસ્તબંધ પાર્ટી છે. કોઇ પણ કાર્યકર્તા કે હોદ્દેદારને સસ્પેન્ડ કરતા પહેલા તથા કડક પગલાં લેતા પહેલા તેમને નોટિસ આપવામાં આવે છે. જે આ કેસમા આપવામાં આવી નથી. માત્ર આંતરિક કિન્નાખોરી રાખીને આ પગલું લેવાયું છે. જેના કારણે સસ્પેન્સશન પર સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ નિલમ પટેલ ભાજપ અમરાઈવાડીના ઉમેદવાર જગદીશ પટેલના અંગત અને વિશ્વાસુ માનવમાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સસ્પેન્શન પહેલા જગદીશ પટેલ સાથે પણ પરામર્શ કરવામાં આવ્યો નથી. અમરાઈવાડીમાં પ્રચારની સાથે આ પ્રકારે એકશન લેવાયા હોવાના કારણે અમરાઈવાડી ભાજપમાં ભડકો થઈ રહ્યો છે. સાથે જ નિલમ પટેલ હાલમાં ભાજપના કોઇ હોદ્દા પર નથી. ભૂતકાળમા તેઓ શહેર યુવા મોરચાના મહામંત્રી તથા પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. સાથે જ સપોર્ટ સેલના કન્વીનર પણ રહી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે એક કાર્યકર્તાના સસ્પેન્શનની જાહેરાતનો અમદાવાદના આ પહેલો કિસ્સો છે. જેના કારણે રાજકીય આલમમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોની માનીએ તો કોંગ્રસ અમરાઈવાડીના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ સાથે પણ તેમની મિત્રતા છે. જયારે તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ફેસબુક પર અભિનંદન આપતા પોસ્ટ મુકી હતી. જેના કારણે આ પગલા લેવાયા છે. તો કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે, એએમસી દ્વારા યોગ્ય કામગીરી ન કરાઇ હોવાની પોસ્ટ પણ નિલમ પટેલ દ્વારા કરાઈ હતી. જેને લઇને આ એકશન લેવાયા છે.

મહત્વનું છે તે છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરમાં યુવા મોરચાના કેટલાક નેતાઓથી માંડી કેટલાક કોર્પોરેટર તેમજ ધારાસભ્યો દ્વારા જાહેરમાં ગેરવર્તણૂક, ભ્રષ્ટાચાર, સોશિયલ મીડીયામાં બિભ્સ્ત વીડિયો પોસ્ટ કરવા, મહિલા વિરૂદ્ધ ગેરવર્તણૂકોના કેટલાક કિસ્સા નોંધાયા છે. અને વારંવાર પ્રદેશ નેતૃત્વને ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. જો કે તમામ કિસ્સામાં મોટાભાગે બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે અમરાઈવાડી ઉમેદવારના જ નજીકના કાર્યકર્તાને અચાનક સસ્પેન્ડ કરતા એકને ગોળ એકને ખોળ જેવી બેવડી નીતિ સામે આવી છે. જેની સીધી અસર અમરાઈવાડીની પેટાચૂંટણીના પરિણામો પર થવાનું  નિષ્ણાતો માની રહ્યા છે.

Next Article