Gujarati NewsPoliticsAfter filing nomination from wayanad lok sabha seat rahul gandhi says will not speak against cpm
CPMની વિરુદ્ધમાં એક શબ્દ પણ નહીં બોલું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડશે. આમ CPM સાથે કોંગ્રેસની સીધી ટક્કર થશે. આ બાબતને લઈને રાહુલે એક નિવેદન પણ આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડ સીટથી પણ ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. ગુરુવારના રોજ નામાંકન ભરીને તેમણે કહ્યું કે તે CPMની વિરુદ્ધમાં એક શબ્દ પણ નહીં બોલે. રાહુલ […]
રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડશે. આમ CPM સાથે કોંગ્રેસની સીધી ટક્કર થશે. આ બાબતને લઈને રાહુલે એક નિવેદન પણ આપ્યું છે.
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડ સીટથી પણ ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. ગુરુવારના રોજ નામાંકન ભરીને તેમણે કહ્યું કે તે CPMની વિરુદ્ધમાં એક શબ્દ પણ નહીં બોલે. રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણયને વિપક્ષની એકતા વિરુદ્ધ ગણાવવામાં આવી રહ્યો છે. કેરળમાં વામપંથી દળોએ તો રાહુલ ગાંધી પર આ વાતને લઈને હુમલો કરવાની પણ શરુઆત કરી દીધી છે.
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ‘CPMના મારા ભાઈ અને બહેન મારી સામે બોલશે તે હું સમજી શકુ છું પણ આ ચૂંટણીના સમગ્ર અભિયાનમાં હું તેમની વિરુદ્ધ એક શબ્દ પણ નહીં બોલું’ ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની વાયનાડ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ સાઉથની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. રાહુલ ગાંધીએ અહીંથી ચૂંટણી લડવા માટે કહ્યું કે તેઓ અહીંની સંસ્કૃતિ બચાવવા માગે છે જે મોદી અને RSS બગાડી રહ્યાં છે. ભલે રાહુલ ગાંધીએ મોદીને રોકવા માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હોય અને CPMની વિરુદ્ધમાં એકપણ શબ્દ બોલવાની વાત કરી હોય પણ કોંગ્રેસનો અહીં સીધો મુકાબલો CPMની સાથે જ છે તે જગજાહેર છે.