ચૂંટણીમાં Congress ની કારમી હાર બાદ ઘમાસાણ, પ્રમોદ કૃષ્ણમે માંગ્યું વેણુગોપાલનું રાજીનામું

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ચૂંટણી વાળા તમામ રાજ્યોના Congress પ્રમુખો અને કોંગ્રેસ મહાસચિવના રાજીનામાની માંગ કરી છે.

  • Tv9 webdesk42
  • Published On - 21:25 PM, 3 May 2021
ચૂંટણીમાં Congress ની કારમી હાર બાદ ઘમાસાણ, પ્રમોદ કૃષ્ણમે માંગ્યું વેણુગોપાલનું રાજીનામું
FILE PHOTO

ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં Congress ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ શૂન્ય થઈ ગઈ છે. આ કારમી હાર બાદ પાર્ટીમાં ઘમાસાણ થયું છે. પ્રિયંકા ગાંધીના વિશેષ સલાહકાર કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક ટ્વીટમાં કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રભારી કેસી વેણુગોપાલનું રાજીનામું માંગ્યું છે. તેમણે રાજ્યના કોંગ્રેસ પ્રમુખો અને ચૂંટણીવાળા પાંચેય રાજ્યોના પ્રભારીના તાત્કાલિક રાજીનામાની પણ માંગ કરી છે.

જવાબદારી સ્વીકારીને તરત રાજીનામા આપો
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું છે કે રાજ્યના Congress પ્રમુખો અને મહામંત્રીની જવાબદારી પાર્ટીને ચૂંટણીમાં જીત અપાવવાની છે. પરંતુ આ ચૂંટણીમાં આ તમામ અધિકારીઓ પાર્ટીને કોઈ પણ રાજ્યમાં મજબૂત સ્થાન અપાવી શક્યા નથી. પશ્ચિમ બંગાળમાં કે જ્યાં પક્ષ મજબૂત રાજકીય તાકાત વાળો હતો,ત્યાં પણ શૂન્ય પર રહ્યો છે. તેમણે કહ્યું કે જો પાર્ટીને ફરી એકવાર સત્તામાં લાવવી હોય તો તમામ હોદ્દેદારોએ આ માટેની તેમની જવાબદારી સ્વીકારીને તુરંત જ તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

નૈતિકતાના રાજકારણને પક્ષમાં સ્થાન
Congress નેતા પ્રમોદ કૃષ્ણમે કહ્યું છે કે રાહુલ ગાંધી નૈતિકતાના રાજકારણને પક્ષમાં અગ્રણી સ્થાન આપવા માગે છે. નૈતિકતાના આ પગલા પહેલા પક્ષના પદાધિકારીઓને જ લાગુ થવા જોઈએ. પાર્ટી માટે સારા પરિણામ આપી શકે તેવા લોકોએ જ પક્ષના ઉચ્ચ હોદ્દા પર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે આ નેતાઓનું રાજીનામું કાર્યકરોને સંદેશ આપશે કે હવે પાર્ટીની જગ્યાઓ માત્ર તેમના માટે હશે જેઓ પાર્ટી માટે સારા પરિણામ લાવી શકે.

કોંગ્રેસમાં સારા કાર્યકરોને સ્થાન માટે મહેનત
Congress નેતા પ્રમોદ કૃષ્ણમની આ માંગ માટે અનેક અર્થો કાઢવામાં આવી રહ્યાં છે. રાહુલ ગાંધી પાર્ટીના ઉચ્ચ હોદ્દા પરના પ્રદર્શન પર દબાણ લાવવા માંગે છે. જ્યારે તેઓ સતત ખુદ મહેનત કરી રહ્યા છે, ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ યુપીમાં ‘કામ કો ઇનામ’ વ્યૂહરચના અપનાવી છે. તેમણે તે લોકોને સ્થાન આપવાનું શરૂ કર્યું છે જેઓ પાર્ટીના સંગઠનમાં તળિયા સ્તરે પાર્ટી માટે સંઘર્ષ કરી રહ્યા છે. રાહુલ અને પ્રિયંકા બંને માને છે કે આ રીતે પાર્ટીમાં કામ કરતા સારા કાર્યકરોને સ્થાન મળશે અને પાર્ટી પાછા આવશે.

આ પણ વાંચો : COVID DUTY માં લાગેલા મેડીકલ સ્ટાફ માટે વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાત