West Bengal: મમતા બેનર્જીના ઘરે ચાલ્યો 10 કલાકનો મહાયજ્ઞ, જગન્નાથ મંદિરથી આવ્યા હતા પંડિત

|

Feb 27, 2021 | 4:40 PM

West Bengal Election 2021 જાહેર થાય તે પૂર્વે ચૂંટણી પંચે પુરીના જગન્નાથ મંદિરમાંથી પંડિતો અને સેવાદરોના સમૂહ દ્વારા પશ્ચિમ બંગાળના શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીના નિવાસ સ્થાને 10 દિવસીય મહાયજ્ઞનું આયોજન કર્યું હતું.

West Bengal: મમતા બેનર્જીના ઘરે ચાલ્યો 10 કલાકનો મહાયજ્ઞ, જગન્નાથ મંદિરથી આવ્યા હતા પંડિત
Mamta Banerjee (File Image)

Follow us on

West Bengal Election 2021 જાહેર થાય તે પૂર્વે ચૂંટણી પંચે પુરીના જગન્નાથ મંદિરમાંથી પંડિતો અને સેવાદરોના સમૂહ દ્વારા પશ્ચિમ બંગાળના શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીના નિવાસ સ્થાને 10 દિવસીય મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દેશના 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં પશ્ચિમ બંગાળની શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીના નિવાસ સ્થાને 10 કલાકનો મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પૂજા માટે પુરીના જગન્નાથ મંદિરમાંથી પંડિતો અને સેવાદારો બોલાવવામાં આવ્યા હતા.

 

મમતા બેનર્જી, તેના ભત્રીજા અને TMC સાંસદ અભિષેક બેનર્જી, તેના ભાઈ અને પાર્ટીના કેટલાક ટોચના નેતાઓ યજ્ઞમાં જોડાયા હતા. TMCના એક નેતાએ જણાવ્યું કે પંડિતો અને સેવાદરો ગુરુવારે સવારે કોલકાતા પહોંચ્યા હતા અને સવારે સાત વાગ્યે શરૂ થયેલ મહાયજ્ઞ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Mamta Banerjee Mahayagya

 

આ યજ્ઞ મંદિરના જગન્નાથ સ્વૈન મહાપત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે ભગવાનને રથયાત્રા માટે મંદિરમાંથી બહાર કાઢવામાં આવે છે, ત્યારે મહાપત્ર ભગવાન જગન્નાથનો ‘બેડગ્રાહી’ અથવા અંગરક્ષકના રૂપમાં હોય છે. મહાપત્રાએ કહ્યું, “હું લાંબા સમયથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને પૂજા કરું છું. તેમના ઘરે વાર્ષિક ધાર્મિક વિધિ છે.” તેમણે કહ્યું, “મમતા બેનર્જીએ ચૂંટણી દરમિયાન બંગાળમાં શાંતિ માટે પ્રાર્થના કરી. મેં તેમને વિજયભાવનો આશીર્વાદ આપ્યો છે. પ્રભુ તેમને જીવનમાં અને ચૂંટણીમાં પણ આશીર્વાદ આપશે.”

 

જણાવી દઈએ કે શુક્રવારે ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે 27 માર્ચથી 29 એપ્રિલ સુધી મતદાન યોજાશે અને પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. રાજકીય દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ ગણાતા બંગાળમાં આયોગે આઠ તબક્કામાં ચૂંટણીઓ લેવાનું નક્કી કર્યું છે, જે રાજ્યની અત્યાર સુધીની સૌથી લાંબી ચૂંટણી હશે. અગાઉ અહીં ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ છે.

 

અહીં આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશો પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ એક તબક્કામાં યોજાશે. ચૂંટણીની ઘોષણા સાથે આ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરી સહિત ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી અને ખાતરી આપી હતી કે ચૂંટણી સંપૂર્ણ રીતે નિષ્પક્ષ થશે.

 

તેમજ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન તેમણે કોરોના ચેપના જોખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા જરૂરી સાવચેતી પગલાઓ વિશે પણ માહિતી આપી હતી. આમાં મતદારો માટે માસ્ક જરૂરી રહેશે. આ ઉપરાંત સુરક્ષાની સારી વ્યવસ્થા કરવામાં આવે તે માટે તમામ રાજ્યોમાં ખાસ પોલીસ સુપરવાઈઝર પણ ખડે પગે રાખવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: કેન્દ્ર સરકાર દ્વારા Coronaની રસીની કિંમત કરવામાં આવી નક્કી, જુઓ આટલા રૂપિયામાં મળશે

Next Article