AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીની સરકાર, જાણો ક્યાં દિગ્ગજ નેતાઓને મળી જીત?

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી બહુમત સાથે સરકાર બનાવી રહી છે. ભાજપને 8 બેઠક તો આમ આદમી પાર્ટીને 62 બેઠક મળી છે. કોંગ્રેસ દિલ્હીમાં ખાતુ પણ ખોલાવી શકી નથી. જાણો ક્યાં દિગ્ગજ નેતાઓને મળી જીત? 1. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી સીટ […]

કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીની સરકાર, જાણો ક્યાં દિગ્ગજ નેતાઓને મળી જીત?
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 11, 2020 | 6:23 PM
Share

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી બહુમત સાથે સરકાર બનાવી રહી છે. ભાજપને 8 બેઠક તો આમ આદમી પાર્ટીને 62 બેઠક મળી છે. કોંગ્રેસ દિલ્હીમાં ખાતુ પણ ખોલાવી શકી નથી.

જાણો ક્યાં દિગ્ગજ નેતાઓને મળી જીત?

1. અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી સીટ પરથી જીત થઈ છે. અરવિંદ કેજરીવાલને કુલ 46578 વોટ મળ્યા તો આ સીટ પર ભાજપના ઉમેદવાર સુનીલ કુમાર યાદવને 25061 વોટ મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર રોમેશ સબ્રવાલને 3220 વોટ મળ્યા છે.

2. આતિશી

આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાલકાજિ સીટ પરથી 55897 વોટથી ચૂંટાઈ આવ્યા છે. આ બાજુ ભાજપના ઉમેદવાર ધર્મબીર સિંઘને 44504 વોટ મળ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર શિવાની ચોપરાને 4965 વોટ મળ્યા છે.

3. અમાનતુલ્લા ખાન

અમાન તુલ્લાખાને દિલ્હી ચૂંટણીમાં વિક્રમ સર્જી દીધો છે. તેઓએ 130367 વોટથી જીત મેળવી છે. જ્યારે ભાજપના ઉમેદવાર બ્રાહમ સિંઘને 58540 વોટ મળ્યા હતા. કોંગ્રેસની વાત કરીએ તો આ બેઠક પર પરવેઝ હાશમીને 5123 વોટ મળ્યા છે.

Image result for delhi election candidates

4. મનિષ સિસોદીયા

દિલ્હીની કેજરીવાલ સરકારમાં ઉપમુખ્યમંત્રી તરીકે રહ્યાં છે. તેઓ પટ્ટપારંગજ સીટ પરથી લડ્યા હતા અને તેમને કુલ 70163 મત મળ્યા છે. આ સિવાય ભાજપના નેતાને પણ સારા મત મળ્યા છે. રવિન્દ્ર સિંગ નેગીને 66956 મત મળ્યા તો કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણ રાવતને 2802 મત મળ્યા છે.

5. ઓમ પ્રકાશ શર્મા દિલ્હીની ચૂંટણીમાં ભાજપે જે 8 સીટ જીતી તેમાં એક નામ ઓમ પ્રકાશશર્માનું પણ છે. તેઓએ 65830 કુલ મત મેળવ્યા છે તો આમ આદમી પાર્ટીના દિપક સિગલાને 49373 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુરુચરણ સિંગને 7781 મત મળ્યા છે. આ પરિણામ દિલ્હીની વિશ્વાસનગર વિધાનસભાનું છે.

6. કૈલાશ ગહલોત

કૈલાશ ગહલોત હાલની કેજરીવાલની સરકારમાં મંત્રી છે અને તેઓએ નજફગઢથી વિધાનસભાથી ચૂંટણી લડી હતી. તેઓને 81507 વોટ મળ્યા તો ભાજપના ઉમેદવાર અજિત સિંઘને 75276 મત મળ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર સાહબસિંગને 2379 મત મળ્યા છે.

7. રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના સૌથી યુવા ઉમેદવાર છે અને તેઓને રાજિન્દ્રર નગર વિધાનસભાની સીટ પરથી આમ આદમી પાર્ટીએ ટિકીટ આપતાં જીત મેળવી છે. તેઓને કુલ મત 59135 મળ્યા છે. તો આ સીટ પર ભાજપના ઉમેદવાર સરદાર આર પી સિંઘને 39077 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો રોકી તુસીદને 3941 મત મળ્યા છે.

8. ગોપાલ રાય

ગોપાલ રાય આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં મંત્રી છે. તેઓએ બાબરપુર ખાતેથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી છે. વર્ષ 2015માં પણ તેમના આ સીટ પરથી જીત મળી હતી. ગોપાલ રાયને 84776 મત તો ભાજપના ઉમેદવાર નરેશ ગોરને 51714 મત મળ્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો અનવિક્શા જૈનને 5131 મત મળ્યા છે.

9. વિજેન્દ્ર ગુપ્તા

વિજેન્દ્ર ગુપ્તા એ નેતા છે દિલ્હીમાં કેજરીવાલની સામે વર્ષ 2015માં ભાજપની 3 જ સીટ આવી હતી ત્યારે પણ જીત્યા હતા અને વર્ષ 2020ની ચૂંટણીમાં પણ જીત્યા છે. તેઓએ રોહીણી વિધાનસભા સીટથી જીત મેળવી છે. તેઓને 62174 તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ નામા બંસીવાલાને 49526 મત મળ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર સુમેશ ગુપ્તાને 1963 મત મળ્યા છે.

10. સોમનાથ ભારતી

સોમનાથ ભારતી આમ આદમી પાર્ટીના નેતા છે અને માલવીય નગર સીટ પરથી તેઓએ 52043 મત સાથે જીત મેળવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">