Jammu Kashmir માં હલચલ તેજ, મેહબુબા, ફારૂક સહીત 14 નેતાઓને વડાપ્રધાન મોદીએ દિલ્હી બોલાવ્યા

|

Jun 19, 2021 | 11:02 PM

Jammu Kashmir : આ 14 નેતાઓને 24 જૂને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને સાથે કોરોના ટેસ્ટનો રીપોર્ટ લાવવા કહેવામાં આવ્યું છે.

Jammu Kashmir માં હલચલ તેજ, મેહબુબા, ફારૂક સહીત 14 નેતાઓને વડાપ્રધાન મોદીએ દિલ્હી બોલાવ્યા
FILE PHOTO

Follow us on

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અટકળો વચ્ચે કેન્દ્ર શાસિત ક્ષેત્રને લઈને હલચલ તેજ થઇ છે. રાજ્યના ચાર પૂર્વ મુખ્યપ્રધાનો સહિત 14 નેતાઓને વડાપ્રધાન મોદીએ મળવા માટે આમંત્રણ આપ્યું છે અને દિલ્હી બોલાવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે 24 જૂને આ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં 37૦ રદ્દ થયા બાદ પ્રથમ વખત બધા નેતાઓને તેમની સાથે કોરોના ટેસ્ટનો રીપોર્ટ લાવવા કહેવામાં આવ્યું છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જમ્મુ-કાશ્મીર અંગેની વધુ યોજનાઓની ચર્ચા કરવા આ નેતાઓનો સંપર્ક કર્યો છે અને તેઓને વડાપ્રધાન નિવાસસ્થાને મળવા આમંત્રણ આપ્યું છે.જે નેતાઓને બોલાવાયા છે તેમાં જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના ચાર પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીનો સમાવેશ થાય છે.

આ સાથે જ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા તારાચંદ, પીપલ્સ કોન્ફરન્સના નેતા મુઝફ્ફર હુસેન બેગ અને ભાજપના નેતાઓ નિર્મલ સિંહ અને કવિંદર ગુપ્તાને પણ જમ્મુ-કાશ્મીરથી બોલાવાયા છે.આ સિવાય CPI(M) ના નેતા મોહમ્મદ યુસુફ તારાગામી, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના વડા અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, પેન્થર્સ પાર્ટીના નેતા ભીમસિંઘને પણ આમંત્રિત કર્યા છે.

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં કલમ 37૦ રદ્દ કર્યા બાદ અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરીને રાજ્યનો વિશેષ દરજ્જાને રદ કર્યા પછી પહેલીવાર આવી બેઠક યોજાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેટલાક અન્ય કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહી શકે છે. એવી અટકળો છે કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો : શું કોરોના વેક્સિન લેવાથી પુરૂષોના શરીરમાં ઓછા થઇ જાય છે શુક્રાણુઓ? જાણો આ દાવામાં કેટલી સત્યતા છે

આ પણ વાંચો : Corona Vaccine Wastage : કોરોના વેક્સિનનો બગાડ થવા પાછળ આ પણ એક કારણ છે, જાણીને ચોંકી જશો

Published On - 10:49 pm, Sat, 19 June 21

Next Article