Corona Vaccine Wastage : કોરોના વેક્સિનનો બગાડ થવા પાછળ આ પણ એક કારણ છે, જાણીને ચોંકી જશો

Corona Vaccine Wastage : કોરોના વેક્સિનની એક શીશીમાં 10 ડોઝ હોય છે. એને તોડ્યા બાદ નિયત સમયમાં વપરાશ ન થાય તો વધેલા ડોઝની રસી ફેલ જાય છે અને શીશી ફેંકી દેવી પડે છે.

Corona Vaccine Wastage :  કોરોના વેક્સિનનો બગાડ થવા પાછળ આ પણ એક કારણ છે, જાણીને ચોંકી જશો
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 10:25 PM

Corona Vaccine Wastage : કોરોના મહામારી સામે વેક્સિન એક માત્ર હથિયાર છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાન જોરશોરથી શરૂ છે. આજે 19 જૂન સુધીમાં ભારતમાં કુલ રસીકરણનો આંકડો 27 કરોડને પાર થઇ ગયો છે. રસીકરણ અભિયાનમાં વધુમાં વધુ લોકો ભાગ લે અને લોકોમાં વેક્સિન પ્રત્યે જાગૃતિ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે.

આ તમામ બાબતો વચ્ચે કોરોના વેક્સિનનો બગાડ (Corona Vaccine Wastage) થવાનો મુદ્દો પર ગરમાયેલો છે. કોરોના રસીના બગાડમાં એક કારણ એ પણ છે એ વાર શીશી ખોલ્યા પછી તેમાંથી નિયત સમયમાં રસીના ડોઝ આપી દેવા પડે છે, નહીતર રસી ફેલ જાય છે અને ફેંકી દેવી પડે છે. પણ રસીનો આ બગાડ થવાનું પણ એક ખાસ કારણ નીકળું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રજીસ્ટ્રેશન બાદ પણ 15 ટકા લોકો રસી નથી લેતા કોરોના વેક્સિનનો બગાડ (Corona Vaccine Wastage) થવા પાછળ આ પણ એક કારણ છે, કે રજીસ્ટ્રેશન કરવાનારાઓમાંથી 15 ટકા લોકો એવા છે જે રસી લેવા માટે રસીકરણ કેન્દ્ર પર પહોચતા જ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ 32,000 સ્લોટ ખુલ્લા મુકાય છે, તેમાં 29,500 જેટલા બુક થાય છે. અને આમાંથી પણ 15 ટકા લોકો રસી લેવા માટે નથી આવતા.

દરરોજ 3,000 થી વધુ ડોઝનો બગાડ એક મીડિયા રીપોર્ટ પ્રમાણે કોરોના વેક્સિનની એક શીશીમાં 10 ડોઝ હોય છે. એને તોડ્યા બાદ નિયત સમયમાં વપરાશ ન થાય તો વધેલા ડોઝની રસી ફેલ જાય છે અને શીશી ફેંકી દેવી પડે છે.અમદાવાદ શહેરમાં આ બંને કારણોથી રોજ 3000 થી વધુ કરોના વિકસીનના ડોઝનો બગાડ થાય છે.

વેક્સિનનો બગાડ એટલે એટલા લોકોએ ડોઝ ગુમાવ્યો : વડાપ્રધાન દેશના ઘણા રાજ્યોમાંથી રસીના બગાડ (Corona Vaccine Wastage)ના ઘણા કિસ્સાઓ સામે આવતા જ રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે પોતાનું કડક વલણ અપનાવ્યું છે. તેમણે 15 દિવસ પહેલા દેશમાં કોરોના અને રસીની સ્થિતિને લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

આ દરમિયાન તેમણે રસીનો બગાડ અટકાવવા અધિકારીઓને કડક આદેશો આપ્યા હતા. પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે કોરોના મહામારીના આ યુગમાં દરેક રસી મહત્વની છે. વધુ બગાડ, એટલે કે વધુ લોકોએ તેનો ડોઝ ગુમાવ્યો છે. તેથી જ આપણે રસીનો બગાડ અટકાવવો પડશે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">