
મત્સ્યાસન સ્ત્રીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ આસનો કરવાથી મહિલાઓને માસિક ધર્મના દુખાવામાં રાહત મળે છે અને થાઇરોઇડથી રક્ષણ મળે છે. આ આસન કરવાથી પ્રજનન સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદ મળશે.

પીરિયડ્સ દરમિયાન ઘણીવાર મૂડ સ્વિંગ થાય છે. આનાથી બચવા માટે સ્ત્રીઓએ અનુલોમ-વિલોમનો અભ્યાસ કરવો જોઈએ. આ આસન કરવાથી શાંતિનો અનુભવ થાય છે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. આ પ્રાણાયામ ત્વચા માટે પણ ફાયદાકારક છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)