Gujarati News Photo gallery Year Ender 2024 This year was full of multibagger stocks these 7 Share made huge profits for investors
Year Ender 2024: મલ્ટિબેગર શેરોથી ભરેલું હતું આ વર્ષ, રોકાણકારોએ આ 7 શેરોએ કરાવી ઘણી કમાણી
સ્થાનિક શેરબજાર માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે. સતત ઉતાર-ચઢાવ વચ્ચે કેટલાક શેરોએ 2024માં રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા હતા. નવા રેકોર્ડ સ્તરને સ્પર્શ્યા પછી, સેન્સેક્સ અને નિફ્ટી સ્થિરતા તરફ આગળ વધ્યા, પરંતુ વાસ્તવિક લાભ નાના કેપ શેરોમાં રોકાણકારોને મળ્યો. આ વર્ષે, BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં લગભગ 35% નો વધારો નોંધાયો છે, જેનાથી રોકાણકારોને મોટો ફાયદો થયો છે.
1 / 10
Ace ઇક્વિટી ડેટા અનુસાર, વર્ષ 2024માં 98 સ્મોલકેપ શેરો મલ્ટિબેગર્સ બન્યા, જેમાંથી 7 શેરોએ રોકાણકારોને 250% કરતા વધુ વળતર આપ્યું. આ શેરોએ માત્ર સ્મોલકેપ ઈન્ડેક્સને જ નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી નથી, પરંતુ રોકાણકારોને મોટી કમાણી કરવાની તક પણ આપી છે.
2 / 10
રિટેલ કંપની V2 રિટેલે વર્ષ 2024માં તેના રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું હતું. આ કંપની રિટેલ સેક્ટરમાં મજબૂત રીતે ઉભરી આવી અને ઉત્કૃષ્ટ કામગીરી સાથે નવો રેકોર્ડ નોંધાવ્યો. કંપનીએ રોકાણકારોને 2024માં 365% રિટર્ન આપ્યું છે
3 / 10
Indo Tech Transformers કંપનીએ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર સેગમેન્ટમાં કામ કરતી કંપની છે. કંપનીના શેરમાં ઔદ્યોગિક માંગમાં વધારાને કારણે જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. જેના કારણે રોકાણકારોને સારો નફો મળ્યો છે. કંપનીએ 2024માં 346% રિટર્ન આપ્યું છે.
4 / 10
રેફેક્સ ઇન્ડસ્ટ્રીઝે કૂલિંગ અને એનર્જી સેગમેન્ટમાં સારો દેખાવ કર્યો, જેના કારણે તેનો સ્ટોક વધતો રહ્યો. આ કંપનીના શેરોએ આ વર્ષે તેના રોકાણકારોને સારું વળતર આપ્યું છે. કંપનીએ વર્ષ 2024માં 311%નુ રિટર્ન આપ્યું છે.
5 / 10
એન્જીનીયરીંગ પ્લાસ્ટીકમાં વિશેષતા ધરાવતી કંપનીએ ગ્રાહકોની ઊંચી માંગ અને સારી કામગીરી સાથે રોકાણકારોને આકર્ષ્યા હતા. તેના રોકાણકારો કંપનીના વળતરથી ઘણા ખુશ છે. Shaily Engineering Plastics કંપનીના રોકાણકારોને વર્ષમાં 345 % રિટર્ન મળ્યું છે.
6 / 10
જ્વેલરી સેગમેન્ટની પીસી જ્વેલરે મજબૂતી દર્શાવી હતી અને તહેવારોની મોસમની માંગ તેની વૃદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપે છે. પીસી જ્વેલર કંપનીએ 2024માં 244% રિટર્ન આપ્યું છે.
7 / 10
આ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સ્ટોકે મધ્યમ વર્ગની માંગમાં વધારાનો લાભ લીધો હતો અને PG Electroplast કંપનીએ રોકાણકારોને વર્ષ 2024માં 290 % રિટર્ન આપ્યું છે.
8 / 10
હાઇ-ટેક ફિલ્મો અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં અગ્રણી Garware Hi-Tech Films કંપનીએ તેના નવા પ્રોજેક્ટ્સ અને તકનીકી નવીનતાઓને કારણે સમાચારમાં રહી છે. કંપનીએ વર્ષ 2024માં રોકાણકારોને 266% રિટર્ન આપ્યું છે.
9 / 10
આ વર્ષે BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં નોંધાયેલ 35% વૃદ્ધિએ સ્પષ્ટ કર્યું છે કે નાની અને મધ્યમ કદની કંપનીઓમાં રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. બજારના નિષ્ણાતોના મતે, સ્મોલકેપ શેરોએ માત્ર સ્થિરતા જ દર્શાવી નથી પરંતુ ઊંચું વળતર આપીને રોકાણકારોના પોર્ટફોલિયોને પણ સમૃદ્ધ બનાવ્યો છે.
10 / 10
વર્ષ 2024 એ સ્પષ્ટ કર્યું છે કે યોગ્ય વ્યૂહરચના અને સંશોધન સાથે સ્મોલકેપ શેરોમાં રોકાણ કરવાથી વધુ સારું વળતર મળી શકે છે. જોકે, બજારની અસ્થિરતાને જોતાં રોકાણકારોએ હંમેશા સાવધાની સાથે રોકાણ કરવું જોઈએ. આગામી વર્ષોમાં સ્મોલકેપ શેરો આશાસ્પદ રહેશે, પરંતુ રોકાણકારોને યોગ્ય પસંદગી અને લાંબા ગાળાના વિચારથી જ ફાયદો થશે.