AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘર બહાર પંતનું રાજ… વિદેશી માટી પર બનાવ્યો નવો ‘વર્લ્ડ રેકોર્ડ’, હવે ઈતિહાસ રચવા પર નજર

શ્રીલંકા સામે ગાલે ટેસ્ટ મેચમાં ઋષભ પંતે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસ રચી દીધો છે. પંતે વર્ષો જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો છે અને હવે તે વિદેશી ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સિક્સર ફટકારનાર વિશ્વનો નંબર-1 વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આટલું જ નહીં, હવે તે ટેસ્ટ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બનાવવાની નજીક છે, જે આજ સુધી કોઈ ભારતીય ખેલાડી રચી શક્યો નથી.

ઘર બહાર પંતનું રાજ... વિદેશી માટી પર બનાવ્યો નવો 'વર્લ્ડ રેકોર્ડ', હવે ઈતિહાસ રચવા પર નજર
| Updated on: Aug 16, 2026 | 3:00 PM
Share

શ્રીલંકા સામે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઋષભ પંતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. પ્રથમ દિવસની રમત દરમિયાન પંતે એક સિક્સ મારતાની સાથે જ વિદેશી ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર વિકેટકીપર બેટ્સમેનનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.

અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટના નામે હતો. ગિલક્રિસ્ટના નામે વિદેશમાં 56 સિક્સર ફટકારવાનો રેકોર્ડ હતો. પંતે પોતાની 27 રનની અણનમ ઇનિંગ દરમિયાન એક સિક્સર અને ત્રણ ચોગ્ગા માર્યા. બસ આ સાથે જ પોતાની સિક્સરની સંખ્યા 57 સુધી પહોંચાડી દીધી.

વિદેશી ધરતી પર સૌથી વધુ સિક્સર ફટકારનાર વિકેટકીપર

  1. ઋષભ પંત – ભારત (57 સિક્સર)
  2. એડમ ગિલક્રિસ્ટ – ઓસ્ટ્રેલિયા (56 સિક્સર)
  3. એમએસ ધોની – ભારત (37 સિક્સર)
  4. ક્વિન્ટન ડી કોક – સાઉથ આફ્રિકા (18 સિક્સર)
  5. રોડ માર્શ – ઓસ્ટ્રેલિયા (16 સિક્સર)

100 સિક્સરની નજીક

ઋષભ પંત વધુ એક મોટા રેકોર્ડની ખૂબ જ નજીક છે. ટેસ્ટ ક્રિકેટમાં પંતના નામે હવે 98 સિક્સર થઈ ગઈ છે. એવામાં જો પંત માત્ર 2 સિક્સર વધુ ફટકારે છે, તો તે ટેસ્ટમાં 100 સિક્સર પૂરી કરનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની જશે. સમગ્ર વિશ્વમાં પણ તે માત્ર ચોથો બેટ્સમેન બનશે, જે આ સિદ્ધિ મેળવશે.

પંતનો અંદાજ પહેલેથી જ આક્રમક રહ્યો છે. તેણે દરેક દેશમાં જઈને બોલરો પર દબાણ બનાવ્યું છે. ગિલક્રિસ્ટને પાછળ છોડવું એ વાતની સાબિતી છે કે, પંત આધુનિક ક્રિકેટનો સૌથી ખતરનાક વિકેટકીપર-બેટ્સમેનોમાંનો એક છે.

મેચની અત્યાર સુધીની સ્થિતિ

પ્રથમ દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધીમાં ભારતે 2 વિકેટના નુકસાને 288 રન બનાવી લીધા છે. દેવદત્ત પડિક્કલ 178 બોલમાં 131 રન બનાવીને અણનમ છે. તેણે 12 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી છે. બીજીબાજુ ઋષભ પંત 27 રને અણનમ છે. બંને વચ્ચે અત્યાર સુધી 52 રનની ભાગીદારી થઈ ચૂકી છે.

આ પહેલા યશસ્વી જયસ્વાલ 32 રન અને કેપ્ટન શુભમન ગિલ 16 રન બનાવીને આઉટ થયા હતા. જો કે, કેએલ રાહુલ 77 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. આજે 16 ઓગસ્ટના રોજ બીજા દિવસની રમત વરસાદના કારણે હજુ સુધી શરૂ થઈ શકી નથી.

W,W,W,W,W…ટેસ્ટ મેચમાં 5 વિકેટ ચટકાવી આ ક્રિકેટરે રચ્યો ઈતિહાસ, આમ કરનાર પહેલો સ્પિનર બન્યો

Follow Us
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ
Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું
Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
g clip-path="url(#clip0_868_265)">