
આ યાદીમાં ભારતની ગુપ્તચર એજન્સી RAWનું નામ પણ સામેલ છે. આ ગુપ્તચર એજન્સી 1965 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી 1968 માં શરૂ કરવામાં આવી હતી.

MI-6 એ બ્રિટનની ગુપ્તચર એજન્સી છે, જેનું નામ સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ (SIS) છે. તે સામાન્ય રીતે MI-6 તરીકે ઓળખાય છે.

આ યાદીમાં પડોશી દેશ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI નો પણ સમાવેશ થાય છે. તેની શરૂઆત સ્વતંત્રતા પહેલા 1948 માં થઈ હતી. આ એજન્સી સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવવા માટે જાણીતી છે.

આ યાદીમાં છઠ્ઠા ક્રમે રશિયાની ગુપ્તચર એજન્સી, ફેડરલ સિક્યુરિટી સર્વિસીસ છે, જેની સ્થાપના ૧૯૯૪માં થઈ હતી. આ વિશ્વની સૌથી ખતરનાક સેવાઓમાંની એક છે.

ચીનની ગુપ્તચર એજન્સીને રાજ્ય સુરક્ષા મંત્રાલય કહેવામાં આવે છે. તેની સ્થાપના 1 જુલાઈ 1983 ના રોજ થઈ હતી.

આ યાદીમાં ફ્રાન્સની ગુપ્તચર એજન્સી ડાયરેક્શન જનરલ ડે લા સિક્યુરિટી (DGSE) છે. આ પછી, ઓસ્ટ્રેલિયન સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસીસ 9મા ક્રમે છે. આ પછી, જર્મનીનો BND 10મા ક્રમે છે.
Published On - 4:11 pm, Thu, 22 May 25