ચીન-પાકિસ્તાન આગળ અને ભારત પાછળ? ડૉલર સામે કેમ ઘૂંટણિયે પડ્યો રૂપિયો? એ 5 ચોંકાવનારા કારણો જેણે દેશની ચિંતા વધારી!

પૂરી દુનિયામાં અમેરિકી ડૉલરનો આતંક! ભારતનો રૂપિયો એશિયામાં સૌથી ઝડપથી તૂટીને ₹95 ની નજીક પહોંચી ગયો છે. વિદેશી રોકાણકારોએ માત્ર 5 મહિનામાં 2.26 લાખ કરોડ રૂપિયા કેમ ખેંચી લીધા? ઇરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલની આ રમતમાં ભારત કેવી રીતે ફસાયું?

| Updated on: Jun 12, 2026 | 2:44 PM
1 / 10
ફોરેક્સ માર્કેટ (રોકડ મંડી) માં ભારતીય રૂપિયાની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. ઇતિહાસમાં ક્યારેય ન હોય તેટલો રૂપિયો નબળો પડીને હાલમાં 1 ડૉલર સામે 95 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

2 / 10
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ભારતીય રૂપિયો સમગ્ર એશિયામાં સૌથી ઝડપથી તૂટનારી કરન્સી બની ગયો છે. છેલ્લા માત્ર 5 મહિનામાં જ રૂપિયાના મૂલ્યમાં 6% થી વધુનો મોટો કડાકો જોવા મળ્યો છે.

3 / 10
આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે જ્યાં એક તરફ ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો છે, ત્યાં પાડોશી દેશ પાકિસ્તાનનો રૂપિયો 0.5% અને ચીનનો યુઆન 3% જેટલો મજબૂત થયો છે.

4 / 10
ભારત પોતાની જરૂરિયાતનું 85% થી વધુ કાચું તેલ વિદેશથી આયાત કરે છે. વૈશ્વિક બજારમાં તેલના ભાવ વધતા જ ભારતે અબજો ડૉલર વધારે ચૂકવવા પડી રહ્યા છે, જેના કારણે ડોમેસ્ટિક કરન્સી પર ભારે દબાણ છે.

5 / 10
ક્રેડિટ રેટિંગ એજન્સી ICRA ના ચોંકાવનારા રિપોર્ટ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં જો માત્ર 10 ડૉલરનો વધારો થાય, તો ભારત પર 14 થી 16 બિલિયન ડૉલરનો વધારાનો આર્થિક બોજ આવી પડે છે.

6 / 10
ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો (FIIs) અચાનક કરોડો રૂપિયા પાછા ખેંચી રહ્યા છે. વર્ષ 2025 માં 1.66 લાખ કરોડ ઉપાડ્યા બાદ, 2026 ના માત્ર શરૂઆતના 5 મહિનામાં જ તેઓ 2.26 લાખ કરોડ રૂપિયા વટાવીને ડૉલરના રૂપમાં વિદેશ લઈ ગયા છે.

7 / 10
ભારત નિકાસ (Export) ઓછી કરે છે અને આયાત (Import) વધારે કરે છે. ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી અને ગેસ જેવી વસ્તુઓ માટે સતત ડૉલર ચૂકવવા પડતા હોવાથી દેશની વ્યાપાર ખાધ રૂપિયાને દિન-પ્રતિદિન નબળો પાડી રહી છે.

8 / 10
વિશ્વની 6 મોટી કરન્સી (યુરો, યેન, પાઉન્ડ વગેરે) ની સામે ડૉલરની તાકાત દર્શાવતો 'ડૉલર ઇન્ડેક્સ' 97.6 થી વધીને 99 ને પાર થઈ ગયો છે, જે એક સમયે 100 પણ વટાવી ચૂક્યો હતો.

9 / 10
મિડલ ઇસ્ટમાં ઇરાન યુદ્ધ શરૂ થયા બાદ ગ્લોબલ માર્કેટમાં ભયનો માહોલ છે. જ્યારે પણ દુનિયામાં અસ્થિરતા આવે છે, ત્યારે રોકાણકારો સેફ હેવન તરીકે ડૉલરની ખરીદી વધારે છે, જેનાથી ડૉલરની ડિમાન્ડ આકાશે આંબી ગઈ છે.

10 / 10
સવાલ એ ઉભો થાય છે કે શું આ આર્થિક સંકટ પાછળ માત્ર અંતરરાષ્ટ્રીય પરિબળો જ જવાબદાર છે કે પછી ભારતની આંતરિક આર્થિક નબળાઈઓ? જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી નાખશે.

Follow Us