
દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર સુનિલ કુમારના જણાવ્યા અનુસાર 'ભારતીય શહેરોના નામ સમયાંતરે બદલાતા રહ્યા છે અને પુર શબ્દનો પ્રભાવ અરબી ભાષામાં પણ જોવા મળ્યો હતો.' એનો અર્થ એ થયો કે આ શબ્દનું મહત્વ ફક્ત વેદોમાં જ નહીં પણ અરબી ભાષામાં પણ જોવા મળે છે. આજે ભારતીય ઉપમહાદ્વીપ ઉપરાંત આ શબ્દ સાથે સંબંધિત નામો દક્ષિણ-પૂર્વ એશિયા, અફઘાનિસ્તાન અને ઈરાનમાં પણ જોઈ અને સાંભળી શકાય છે.

ગઢનો અર્થ: મોટાભાગના લોકો ગઢ શબ્દથી વાકેફ છે કે તે કિલ્લા સાથે સંબંધિત છે. ભારતીય ઇતિહાસમાં રાજપૂત હોય કે મુઘલ શાસકો તેમણે ઘણા રાજ્યોમાં પોતાના કિલ્લાઓ સ્થાપ્યા છે. આ દ્વારા તેઓએ માત્ર પોતાનું નિવાસસ્થાન જ સ્થાપિત કર્યું નહીં પરંતુ તેને શક્તિ દર્શાવવાનું એક માધ્યમ પણ માનવામાં આવતું હતું.

એ જ રીતે શહેરોને પણ વર્ષોથી તેમના સ્વરૂપો બદલાતા નવા નામ મળ્યા અને 'આબાદ' શબ્દની જેમ, ગઢ પણ ઘણા લોકો અથવા તેમના ધર્મ અને સમુદાયના નામ સાથે જોડાવા લાગ્યું. જેમ કે અલીગઢ. આ શહેરનું નામ ઘણા વર્ષોથી 'કોલ' હતું. રાજપૂતો આવ્યા પછી મુઘલ રાજાઓ આવ્યા. આ પછી જાટ રાજા સૂરજમલે અહીંનો કિલ્લો કબજે કર્યો અને તેનું નામ રામગઢ રાખ્યું, પરંતુ પછી નજફ ખાને આ મહત્વપૂર્ણ કિલ્લો કબજે કર્યો અને આ જગ્યાનું નામ અલીગઢ રાખ્યું.

બીજા ઘણા પ્રકારના નામો અને તેમના અર્થો છે. તે પણ જાણો. જેમ કે, નગર- આ શહેર માટેનો સંસ્કૃત શબ્દ છે. દા.ત. શ્રીનગર, ગાંધીનગર, રામનગર વગેરે. કોટ/કોડ- તેનો અર્થ કિલ્લો થાય છે, દા.ત. રાજકોટ, પઠાણકોટ, કોઝિકોડ વગેરે. પત/પ્રસ્થ- તેનો અર્થ થાય છે જમીન. જેમ કે- સોનીપત, પાણીપત, ઈન્દ્રપ્રસ્થ વગેરે. નાથ - હિન્દુ ભગવાન અથવા ધામ, જેમ કે- અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ વગેરે. એશ્વર/ઈશ્વર/ઈશ્વરમ - સંસ્કૃતમાં ભગવાન, દા.ત. રામેશ્વરમ, ભુવનેશ્વર, બાગેશ્વર વગેરે. મેર - પર્વત અથવા ઉચું સ્થાન. જેમ કે અજમેર, બાડમેર, જેસલમેર વગેરે. આવી રીતે મોટાભાગે શહેરના નામકરણ થયેલા છે.