ચોકડી, ફૂલ, કાળી અને લાલ … તાશના પત્તાઓને આ નામ કેમ મળ્યા ? ક્યારેય વિચાર્યું છે…

ચોકડી, ફૂલ, કાળી અને લાલ, તાશના પત્તાઓમાં વપરાતા આ નામો પાછળનો ઇતિહાસ શું છે? આ લેખમાં જાણીશું ચાર સૂટ્સના નામ, તેમની ઉત્પત્તિ અને દુનિયાભરમાં તેઓ કેવી રીતે પ્રચલિત થયા તેની રસપ્રદ કહાની.

| Updated on: Mar 25, 2026 | 8:07 PM
1 / 5
તાશના પત્તામાં ચાર પ્રકારના સૂટ : તાશના પત્તાઓમાં કુલ ચાર પ્રકારના સૂટ હોય છે  જેમાં બે લાલ અને બે કાળા રંગના હોય છે. દરેકનો આકાર અલગ હોય છે અને ભારતમાં તેમને આ નામોથી ઓળખવામાં આવે છે. લાલ (♥) ,ચોકડી  (♦) , ફૂલ (♣) , કાળી (♠)  આ રમતનો ઇતિહાસ પણ ખૂબ જ જૂનો છે. કહેવાય છે કે લગભગ 15મી સદીમાં યુરોપમાં તાશની શરૂઆત થઈ હતી અને સમય સાથે એ દુનિયાભરમાં ફેલાઈ ગઈ.

2 / 5
અંગ્રેજીમાં શું કહેવાય છે? :  વિદેશોમાં આ ચાર સૂટને અલગ નામોથી ઓળખવામાં આવે છે. Hearts (♥) – લાલ , Diamonds (♦) – ચોકડી, Clubs (♣) –  ફૂલ, Spades (♠) – કાળી કેટલાક દેશોમાં Diamonds ને “Tiles” પણ કહેવામાં આવે છે, જ્યારે ફ્રેન્ચ ભાષામાં Hearts, Tiles, Clovers અને Pikes જેવા શબ્દો વપરાય છે.

3 / 5
શું છે આ નામોની પાછળનો ઇતિહાસ? :  તાશના પત્તાઓની મૂળ શરૂઆત યુરોપમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. શરૂઆતના સમયમાં અલગ અલગ દેશોમાં પત્તાઓના ડિઝાઇન અને અર્થ અલગ હતા. ઇટાલિયન ડેકમાં તો 56 પત્તા પણ હતા, જેમાં કપ, તલવાર, સિક્કા અને લાકડી જેવા પ્રતિકો જોવા મળતા હતા.પછી 15મી સદીમાં ફ્રાંસમાં આજના સૂટ્સ (Hearts, Diamonds, Clubs, Spades)નો પ્રચાર શરૂ થયો. એ સાથે રાજા, રાણી અને ગુલામ જેવા દરબારી પત્તાઓ પણ ઉમેરાયા.

4 / 5
ભારતમાં આ નામ કેવી રીતે આવ્યા? :  હવે સૌથી રસપ્રદ પ્રશ્ન ભારતમાં લાલ , ચોકડી, ફૂલ, કાળી નામ કેમ પડ્યા? સાચી વાત એ છે કે તેનો કોઈ ચોક્કસ પુરાવો મળતો નથી. પરંતુ માન્યતાઓ અનુસાર : પાન (Hearts) – આકાર પાન જેવો લાગતો હોવાથી, ચોકડી (Diamonds) – ટાઇલ  જેવી ડિઝાઇન પરથી , કાળી (Spades) – કાળા પાન તરીકે ઓળખાતો અને કદાચ શક્તિ/હુકમનું પ્રતિક માનવામાં આવ્યો , ફૂલ (Clubs) – હલકું અને સરળ પત્તું હોવાને કારણે તેને ફૂલ સાથે જોડવામાં આવ્યું . આ બધા માત્ર અનુમાન અને લોકપ્રચલિત થિયરીઝ છે, કોઈ સત્તાવાર કારણ નથી.

5 / 5
રસપ્રદ વાત :  આ નામો ભલે આજે સામાન્ય લાગે, પણ એ સમય સાથે લોકપ્રિય બન્યા છે. લોકો પોતાની ભાષા અને સમજ પ્રમાણે આ સૂટ્સને નામ આપતા ગયા , અને આજે એ જ નામો આપણાં રોજિંદા જીવનનો ભાગ બની ગયા છે. તેથી, હવે જ્યારે તમે તાશ રમશો, ત્યારે આ ચાર પત્તાઓ પાછળ છુપાયેલી આ રસપ્રદ કહાની ચોક્કસ યાદ આવશે.

Follow Us
Loading...
Unable to load recommendations.