
રેન્જ રોવર સેન્ટીનેલ: આ એક લક્ઝરી SUV છે, જેમાં સુરક્ષાને લઈને સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આમાં રન-ફ્લેટ ટાયર છે, જે ટાયર પંચર થયા પછી પણ 50 કિલોમીટર સુધી ચાલી શકે છે. બુલેટપ્રૂફ બોડી અને બ્લાસ્ટ-રેઝિસ્ટન્ટ ડિઝાઇન આ ગાડીને ખાસ બનાવે છે, તેની અંદાજિત કિંમત 10 કરોડ રૂપિયા છે.

BMW 7 સિરીઝ હાઇ સિક્યુરિટી: આ કાર અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના કાર્યકાળથી અસ્તિત્વમાં છે. આમાં બુલેટપ્રૂફ બોડી, ઓક્સિજન ટેન્ક અને હથિયારોથી રક્ષણ આપવાની ક્ષમતા પણ છે. આની કિંમત આશરે 10 કરોડ જેટલી હોઈ શકે છે.

હવે વાત કરીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની, તો તેમનું ગેરેજ એક કાર મ્યુઝિયમ જેવું છે. અંબાણી પરિવાર પાસે માત્ર મોંઘી જ નહીં પણ વિશ્વની સૌથી કસ્ટમાઇઝ્ડ કાર પણ છે.

'રોલ્સ રોયસ કુલીનન બુલેટપ્રૂફ' અંબાણી પરિવારની સૌથી મોંઘી કાર છે. તે સુરક્ષા માટે કસ્ટમ રીતે બનાવેલ છે અને બુલેટપ્રૂફ બોડી ધરાવે છે, તેની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા છે. વધુમાં અંબાણી પાસે 'મર્સિડીઝ બેન્ઝ S 680 ગાર્ડ' નામની પણ એક ગાડી છે. આ એક બુલેટપ્રૂફ સેડાન છે અને તેની કિંમત આશરે 15 કરોડ રૂપિયા છે. બીજીબાજુ, મુકેશ અંબાણી પાસે 'રોલ્સ રોયસ ફેન્ટમ EWB' નામની કાર છે, જે નીતા અંબાણીની મનપસંદ કાર છે. આ ગાડીની કિંમત 14 કરોડ રૂપિયા છે.

મુકેશ અંબાણીની ગાડીઓ કિંમતની દ્રષ્ટિએ પીએમ મોદીની ગાડીઓ કરતાં ઘણી મોંઘી છે. જો કે, વડાપ્રધાનની ગાડીઓ સુરક્ષા માટે બનાવવામાં આવી છે. આ ગાડીઓ માત્ર મોંઘી નથી પરંતુ તેમાં હાઇ-ટેક ગિયર, બ્લાસ્ટ-પ્રૂફ ફીચર્સ અને ઇમરજન્સી રેસ્ક્યુ સિસ્ટમ પણ છે. બીજી તરફ, અંબાણીની કાર લક્ઝરી અને સ્ટાઇલનું પ્રતીક છે. આથી તેવું કહી શકાય કે, મુકેશ અંબાણીની કાર વિશ્વની સૌથી મોંઘી અને કસ્ટમાઇઝ્ડ કારમાંની એક છે.