પશ્ચિમ બંગાળમાં ભાજપનો સુવેન્દુ યુગ, પ્રધાન તરીકે શપથ લેનારા એ પાંચ પ્રધાન કોણ ?

આજે 9 મેના રોજ, ભાજપે પશ્ચિમ બંગાળમાં તેની પહેલી સરકાર બનાવી, જેમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ઐતિહાસિક સમારોહમાં વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, પાંચ અન્ય નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

| Edited By: | Updated on: May 09, 2026 | 3:02 PM
1 / 7
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ શુભેન્દુ અધિકારીને બંગાળના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા. મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી, તેમણે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા. પીએમ મોદી સુવેન્દુને ભેટી પડ્યા અને શુભેચ્છાઓ પાઠવી.

2 / 7
પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીની સાથે, પાંચ અન્ય નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડુ અને નિસિથ પ્રામાણિકનો સમાવેશ થાય છે. સુવેન્દુ અધિકારી પછી, દિલીપ ઘોષ મંત્રી તરીકે શપથ લેનારા બીજા વ્યક્તિ હતા. શપથ લીધા પછી, બધાએ પીએમ મોદી સહિત તમામ નેતાઓનો આભાર માન્યો. પશ્ચિમ બંગાળની નવી સરકારે બ્રાહ્મણો, મહિલાઓ, આદિવાસી અને માતુઆ સમુદાય સહિત વિવિધ જૂથોને પ્રતિનિધિત્વ આપ્યું છે.

3 / 7
સુવેન્દુ અધિકારી પછી, દિલીપ ઘોષે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. દિલીપ ઘોષ ભાજપના દિગ્ગજ નેતાઓમાં ગણાય છે. વિધાનસભા ચૂંટણીમાં, તેમણે ખડગપુર મતવિસ્તારમાંથી શાનદાર જીત મેળવી. તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઉમેદવાર પ્રદીપ સરકારને હરાવ્યા.

4 / 7
શપથ ગ્રહણ સમારોહમાં ત્રીજા ક્રમે, અગ્નિમિત્ર પોલે, સુવેન્દ્ર સરકારના પ્રધાન તરીકે શપથ લીધા. ફેશન ડિઝાઇનરમાંથી રાજકારણી બનેલા પોલને બંગાળમાં ભાજપનો એક અગ્રણી મહિલા ચહેરો માનવામાં આવે છે. તેઓ 2019 માં ભાજપમાં જોડાયા. તેઓ આસનસોલ દક્ષિણના ધારાસભ્ય છે. તેમણે આસનસોલ દક્ષિણ બેઠક ઉપરથી TMC ઉમેદવાર, તાપસ બેનર્જીને કારમી હાર આપી છે.

5 / 7
ત્યારબાદ, બાણગાંવ ઉત્તરના ધારાસભ્ય અશોક કીર્તનિયાએ પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકારના પ્રધાન તરીકે શપથ લીધા. વિધાનસભા ચૂંટણીમાં, કીર્તનિયાએ TMC ઉમેદવાર, બિશ્વજીત દાસને હરાવ્યા. તેઓ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બાણગાંવ ઉત્તર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. કીર્તનિયા મુખ્યત્વે માટુઆ સમુદાયના છે અને સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે.

6 / 7
પશ્ચિમ બંગાળના રાનીબંધના ધારાસભ્ય ખુદીરામ ટુડુને સુવેન્દુ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ટુડુ બંગાળમાં એક અગ્રણી આદિવાસી ચહેરા તરીકે ઓળખાય છે. નોંધનીય છે કે, આ તેમનો પ્રથમ વિજય છે. પહેલી જ વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને વિધાનસભામાં પ્રવેશ્યા છે. વ્યવસાયે, તેઓ સરકારી શાળાના શિક્ષક છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં, ટુડુએ તનુશ્રી હંસદાને હરાવ્યા છે.

7 / 7
નિસિથ પ્રમાણિકે સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લીધા. તેમની રાજકીય સફર ટીએમસીથી શરૂ થઈ હતી. જોકે, 2019માં, તેઓ ભાજપમાં જોડાયા. 2019ની લોકસભા ચૂંટણીમાં, તેઓ કૂચ બિહારથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ટીએમસીના પરેશ ચંદ્ર અધિકારીને હરાવ્યા હતા. તેમણે કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ સેવા આપી છે. 2026 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, તેમણે માથાભાંગા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી અને ટીએમસીના ઉમેદવાર ડો. સબ્લુ બર્મનને મોટા અંતરથી હરાવ્યા.

Follow Us
Loading...
Unable to load recommendations.