દુનિયાની તિજોરીઓ ભરાઈ ગઈ ! આખરે કયા દેશ પાસે છે સૌથી ‘વધુ સોનું’ અને ‘ભારત’ કયા નંબરે છે?

'સોનું' હંમેશાથી સુરક્ષિત રોકાણ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવામાં શું તમે જાણો છો કે, 'વર્ષ 2026' માં દુનિયાના કયા દેશ પાસે સૌથી વધુ સોનાનો ભંડાર છે? શું ભારત આ રેસમાં આગળ વધ્યું છે?

| Updated on: May 15, 2026 | 3:49 PM
1 / 7
'સોનું' વિશ્વમાં રોકાણના સૌથી સુરક્ષિત માધ્યમોમાંનું એક છે. 'સોનું' એ મોંઘવારી, વિદેશી ચલણ સાથે જોડાયેલા જોખમો અને રાજકીય અસ્થિરતા સામે વીમાના સાધન તરીકે કામ કરે છે. કોઈપણ દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ચોક્કસ માત્રામાં સોનું હોવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળાના ઉપલબ્ધ આંકડા મુજબ, સોનું કોઈપણ દેશની નાણાકીય વ્યૂહરચનાનો એક અત્યંત મહત્વનો હિસ્સો બની રહ્યું છે અને વિશ્વના જૂજ દેશો પાસે જ સોનાનો મોટો ભંડાર છે.

2 / 7
5 મે, 2026 સુધીના ડેટા મુજબ વિશ્વના એવા ટોચના '10 દેશ' કે, જેમની પાસે સૌથી વધુ સોનાનો ભંડાર છે. વર્લ્ડ એટલાસ અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવે છે કે, આ આંકડા માત્ર દેશની આર્થિક તાકાત જ નથી બતાવતા પણ તે દેશ પોતાના પૈસાનું કેટલું સારું આયોજન અને સમજદારીપૂર્વક ઉપયોગ કરે છે, તે પણ દર્શાવે છે.

3 / 7
વર્ષ 2026 ના આંકડા મુજબ, વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને છે, જેની પાસે 8,133.46 ટન સોનું છે. ત્યારબાદ ઈટાલી 2,451.84 ટન સાથે બીજા અને ચીન 2,313.46 ટન સાથે ત્રીજા સ્થાને આવે છે. ભારત આ યાદીમાં ચોથા સ્થાને છે, જેનો કુલ સુવર્ણ ભંડાર 880.52 ટન છે. પાંચમા સ્થાને જાપાન (845.97 ટન) અને છઠ્ઠા સ્થાને પોલેન્ડ (581.64 ટન) છે. યાદીમાં આગળ તુર્કી 534.85 ટન સાથે સાતમા, ઉઝબેકિસ્તાન 415.54 ટન સાથે આઠમા અને કઝાકિસ્તાન 353.59 ટન સાથે નવમા સ્થાને છે. યુનાઇટેડ કિંગડમ 310.29 ટન સોનાના ભંડાર સાથે આ યાદીમાં દસમા સ્થાને છે.

4 / 7
અમેરિકા પાસે વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર છે અને વૈશ્વિક નાણાકીય પ્રભુત્વમાં તેની સ્થિતિ અત્યંત પ્રભાવશાળી છે. તેની પાસે 8,000 ટનથી વધુ સોનું છે, જે ફોર્ટ નોક્સ અને ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ બેંક જેવી સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે છે. આ યાદીમાં બીજા ક્રમે ઈટાલી છે, જેની પાસે 2,400 ટનથી વધુ સોનું છે. ઈટાલી પોતાની નાણાકીય અખંડિતતા (Financial Integrity) જાળવી રાખવા માટે આ ભંડારનો વ્યૂહાત્મક ઉપયોગ કરે છે, જે આર્થિક ઉથલપાથલ સમયે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.

5 / 7
આ સિવાય 'ચીન' તેના સોનાના ભંડારને સતત વધારવા માટે પ્રતિબદ્ધ છે. વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં તેણે 2,300 ટનથી વધુ સોનું જમા કર્યું છે. ચીનનો ઉદ્દેશ્ય અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડી નાણાકીય સ્વાયત્તતા વધારવાનો છે. વધુમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન ખૂબ ઊંચું છે. વર્ષ 2026 માં ભારત પાસે 880 ટનથી વધુ સોનું હતું. ભારતીય રિઝર્વ બેંક વિદેશી મુદ્રા ભંડારમાં વિવિધતા લાવવા સતત સોનું ખરીદી રહી છે. ભારતીય સંસ્કૃતિ અને અર્થતંત્રમાં સોનાનું મહત્વ ઘણું વધારે છે.

6 / 7
જાપાન પાસે આશરે 846 ટન સોનાનો ભંડાર છે. જાપાન મુખ્યત્વે નિકાસ પર નિર્ભર હોવાથી નાણાકીય પ્રણાલીમાં વિશ્વાસ જાળવી રાખવા માટે આ ભંડાર રાખે છે. પોલેન્ડે તાજેતરના વર્ષોમાં તેના સોનાના ભંડારમાં ઝડપી વધારો કર્યો છે. હવે તેની પાસે 580 ટનથી વધુ સોનું છે. વિદેશી ચલણ પર નિર્ભરતા ઘટાડવા પોલેન્ડની સેન્ટ્રલ બેંક સતત સોનાની ખરીદી કરી રહી છે. મળતી માહિતી મુજબ, તુર્કી પાસે 534 ટનથી વધુ સોનું છે. મોંઘવારી અને ચલણમાં ઉતાર-ચઢાવ જેવી પડકારજનક સ્થિતિમાં તુર્કી સોનાનો ઉપયોગ અર્થતંત્રને સ્થિર કરવા માટે કરે છે.

7 / 7
આ ઉપરાંત ઉઝબેકિસ્તાન પાસે 415 ટનથી વધુ સોનું છે. મજબૂત સ્થાનિક ઉત્પાદનને કારણે આ દેશ તેના સેન્ટ્રલ બેંકમાં સોનાનો મોટો જથ્થો જાળવી રાખવામાં સફળ રહ્યો છે. કઝાકિસ્તાન પાસે 353 ટનથી વધુ સોનાનો ભંડાર છે. તેના મોટા માઇનિંગ સેક્ટરને કારણે આ શક્ય બન્યું છે. સોનું તેની અર્થવ્યવસ્થાને વૈશ્વિક આંચકાઓ સામે રક્ષણ આપે છે. બ્રિટન પાસે લગભગ 310 ટન સોનું છે. યુકેએ 2000 ના દાયકાની શરૂઆતમાં તેના ભંડારમાં ઘટાડો કર્યો હતો, પરંતુ ત્યારથી તે સ્થિર છે. લંડન હજુ પણ આંતરરાષ્ટ્રીય સોનાના વેપાર માટે મહત્વનું કેન્દ્ર છે.

Follow Us