
આ ટ્રેન બંને દિશાઓમાં ઉધના, કીમ, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હીરદારામ નગર, બીના, દમોહ, કટની, મૈહર, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશન પર રોકાશે. ટ્રેન નંબર 09063 વલસાડ, નવસારી અને ભેસ્તાન સ્ટેશન પર વધારાના સ્ટોપેજ હશે.

આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09063 માટે બુકિંગ 12 જૂન 2024થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. સ્ટોપેજ અને ફોર્મેશનના સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.