
હવે અંબાલાલ પટેલને કોઈ ઓળખની જરુર નથી, કારણ કે, આજે સૌ કોઈ તેના નામથી જાણે છે. હવામાનમાં જો કાંઈ ફેરફાર થાય તો પણ સૌ કોઈ અંબાલાલ પટેલની આગાહીની રાહ જોતા હોય છે.

અંબાલાલ પટેલે 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ ગરમી, ઠંડી કે પછી ચોમાસું તમામ સીઝનમાં તેઓ આગાહી કરતા હોય છે. તેમની આગાહી કેટલીક વખત સાચી પણ પડી છે.

તેઓ પંચાગ, ગ્રહો, નક્ષત્રો જોઈને આગાહી કરે છે, દરિયાકાંઠાના પવન જોઈને વરસાદની આગાહી લગાવી શકાય છે. અંબાલાલ પટેલને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.અંબાલાલ પટેલે 1972માં ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર તરીકે સેવા આપી હતી.

ગુજરાતના કેટલાક ખેડૂતો વાવણી માટે અંબાલાલની આગાહીને ધ્યાનમાં લેતા હોય છે, પરંતુ ક્યારેક આ આગાહી ખોટી પણ પડે છે.
Published On - 11:56 am, Mon, 1 July 24