Vikramaditya Vedic Clock : જાણો શું હોય છે વૈદિક ઘડિયાળ, કેવી રીતે બતાવે છે સાચો સમય અને મુહૂર્ત

|

Mar 01, 2024 | 12:43 PM

આપણે ઘણા પ્રકારની ઘડિયાળ વિશે જાણતા હોઈશું. પરંતુ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં દુનિયાની સૌથી પહેલી વૈદિક ઘડિયાળ લગાવામાં આવી છે. આ ઘડિયાળમાં સમયથી સાથે સાથે મૂહર્ત, ગ્રહણ, ગ્રહ- નક્ષત્ર સહિતની માહિતી જાણવા મળશે.

1 / 5
મધ્ય પ્રદેશનું ઉજ્જૈન હંમેશા સમયની ગણતરીનું કેન્દ્ર રહ્યું છે. ઉજ્જૈથી નિર્ધારિત કરવામાં આવેલા અને પ્રસારિત કરવામાં આવેલા સમયને દુનિયાભરમાં માનવામાં આવે છે. ત્યારે હવે ઉજ્જૈનમાં વિશ્વનું પ્રથમ ડિજિટલ વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં આવી છે. જેમાં અનેક વિશેષતાઓ છે.

2 / 5
આ વિક્રમઆદિત્ય વૈદિક ઘડિયાળમાં સૂર્યોદયથી આગામી સૂર્યોદય સુધીનો 30 કલાકનો સમય બતાવશે. ભારતીય માનક સમય (IST)ના આધારે 1 કલાક 60 મિનિટનો નહીં પરંતુ 48 મિનિટનો નક્કી કરવામાં આવ્યો છે.આ ઘડિયાળમાં 24 કલાકને 30 મુહૂર્તમાં વહેંચવામાં આવ્યા છે.

3 / 5
પહેલા સમયની ગણતરી માટે આ જ વૈદિક પદ્ધતિનો ઉપયોગ થતો હતો. તેને ધ્યાનમાં રાખીને વૈદિક ઘડિયાળ બનાવવામાં આવી છે. આ વૈદિક ઘડિયાળમાં હિન્દુ પંચાંગ, મુહૂર્ત, ગ્રહોની સ્થિતિ, સૂર્ય અને ચંદ્રની સ્થિતિઓ દ્વારા જ્યોતિષીય ગણતરીઓ સહિત હિન્દુ પંચાંગમાં જોવા મળતી દરેક વસ્તુ જોઈ શકાય છે.

4 / 5
આ વિક્રમઆદિત્ય વૈદિક ઘડિયાળમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ વિશે માહિતી આપશે .આ વૈદિક ઘડિયાળ ભારતીય પંચાંગ વિક્રમ સંવત પંચાંગની સાથે ગ્રીનવિચ મીન ટાઇમ, 30 મુહૂર્ત, યોગ, ભદ્રા, ચંદ્રની સ્થિતિ, નક્ષત્ર, હવામાન, ચોઘડિયા, સૂર્યોદય, સૂર્યાસ્ત વિશે માહિતી આપશે.

5 / 5
વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ એ વિશ્વની પ્રથમ ઘડિયાળ છે જે ડિજિટલ હશે.આ વૈદિક ઘડિયાળની એક એપ પણ બનાવવામાં આવી છે.જેમાં યુઝર્સ ઉલ્લેખિત તમામ માહિતી જોઈ શકશે.આ ઘડિયાળમાં ગ્રાફિક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.જેમાં દર કલાકે અલગ-અલગ તસવીરો જોવા મળશે.

Next Photo Gallery