Vaibhav Suryavanshi Test Future: શું ટેસ્ટ ક્રિકેટમાં ફ્લોપ સાબિત થશે વૈભવ સૂર્યવંશી? પૂર્વ દિગ્ગજે ટેકનિક સામે ઉઠાવ્યા સવાલ

IPL અને T20માં સનસનાટી મચાવનારા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય અંગે ક્રિકેટ જગતમાં મોટો વિવાદ છેડાયો છે. ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે તેની ટેકનિક પર પ્રહાર કરતાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ માઇકલ ક્લાર્કે તેને કેવો જડબાતોડ જવાબ આપ્યો? જાણો રેડ-બોલના આંકડા અને એશિયન ગેમ્સ સાથે જોડાયેલી મોટી વિગતો.

| Updated on: Sep 20, 2026 | 8:25 PM
1 / 7
IPLમાં પોતાના તોફાની પ્રદર્શનથી ચર્ચામાં આવેલા અને ભારત તરફથી સૌથી નાની વયે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનારા 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના ટેસ્ટ ભવિષ્યને લઈને ક્રિકેટ જગતમાં નવી ચર્ચા છેડાઈ છે.

2 / 7
ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે સૂર્યવંશીની બેટિંગ ટેકનિક પર સવાલ ઉઠાવતાં કહ્યું છે કે તે ટેસ્ટ ફોર્મેટમાં સફળ નહીં થઈ શકે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે તેનો જોરદાર બચાવ કર્યો છે.

3 / 7
પાનેસરના દાવા પર માઇકલ ક્લાર્કનો વળતો પ્રહાર: 'બિયોન્ડ23 ક્રિકેટ પોડકાસ્ટ' પર વાત કરતા મોન્ટી પાનેસરે જણાવ્યું હતું કે, "મને નથી લાગતું કે સૂર્યવંશી ટેસ્ટ ક્રિકેટના ઢાંચામાં ઢળી શકશે. હેરી બ્રૂક એકમાત્ર એવો ખેલાડી છે જે હાલ ટેસ્ટ અને T20 બંનેના ટોપ-10માં છે. મને નથી લાગતું કે સૂર્યવંશી પાસે ટેસ્ટ માટે યોગ્ય ટેકનિક છે."

4 / 7
જોકે, પાનેસરના આ વિચારને નકારી કાઢતા માઇકલ ક્લાર્કે યુવા ખેલાડીની ક્ષમતા પર ભરોસો વ્યક્ત કર્યો હતો. ક્લાર્કે કહ્યું કે, "એક ખેલાડી ત્રણેય ફોર્મેટમાં ઉત્તમ રમી શકે છે. વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે દુનિયા સમક્ષ આ સાબિત કરી બતાવ્યું છે. બંને શાનદાર ટેસ્ટ ક્રિકેટર હોવાની સાથે અદ્ભુત T20 બેટ્સમેન પણ હતા. જો સૂર્યવંશી જેવી યુવા પ્રતિભા પોતાને ટેસ્ટ ક્રિકેટમાં ઢાળે તો તે જોવું રસપ્રદ રહેશે. જોકે, સવાલ એ પણ છે કે શું તે પોતે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે કે નહીં."

5 / 7
રેડ બોલ અને વ્હાઇટ બોલના આંકડામાં મોટો તફાવત: બિહારના આ યુવા ખેલાડીએ જુલાઈમાં ભારત માટે T20 ડેબ્યૂ કર્યું હતું. તેના ઓવરઓલ T20 કરિયર પર નજર કરીએ તો તેણે 42.82 ની સરેરાશ અને 216.32 ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટ સાથે 1,670 રન બનાવ્યા છે. બીજી તરફ, રેડ-બોલ ક્રિકેટમાં તેણે અત્યાર સુધીમાં 11 મેચની 17 ઇનિંગ્સમાં 23.47 ની એવરેજથી 399 રન નોંધાવ્યા છે.

6 / 7
દુલીપ ટ્રોફીમાં કમાલ અને એશિયન ગેમ્સ માટે પસંદગી: તાજેતરમાં બેંગલુરુ ખાતે રમાયેલી દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઇસ્ટ ઝોન તરફથી રમતાં તેણે સેન્ટ્રલ ઝોન સામે 93 રનની મહત્વની ઇનિંગ રમી હતી. આ સાથે જ તે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી નાની વયે અર્ધસદી ફટકારનારો ખેલાડી બન્યો હતો.

7 / 7
તે ચેમ્પિયન બનેલી ઇસ્ટ ઝોન ટીમનો વાઇસ કેપ્ટન પણ રહ્યો હતો. હવે વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમ સાથે જાપાન રવાના થઈ રહ્યો છે, જ્યાં તે 500થી વધુ સભ્યો ધરાવતા સમગ્ર ભારતીય દળમાં સૌથી નાની ઉંમરનો એથ્લેટ હશે.

Published On - 8:21 pm, Sun, 20 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.