દક્ષિણ ગુજરાતને મળશે રૂપિયા 12,421 કરોડના વિકાસ કામોની ભેટ, વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનું PM મોદી કરશે લોકાર્પણ, જુઓ Photos

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતમાં ₹12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે મહત્વપૂર્ણ પેકેજોનો સમાવેશ થાય છે.

| Updated on: Jun 03, 2026 | 8:28 PM
1 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગુજરાતના સુરત શહેરની મુલાકાત લેશે. આ પ્રસંગે તેઓ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યના વિકાસને નવી દિશા આપતા ₹12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સથી માર્ગ વ્યવસ્થા વધુ આધુનિક બનશે, મુસાફરી સરળ થશે અને પ્રદેશના આર્થિક વિકાસને પણ વેગ મળશે.

2 / 6
વડાપ્રધાનના હસ્તે ₹7,689 કરોડના ખર્ચે તૈયાર થયેલા વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે મહત્વપૂર્ણ પેકેજોનું લોકાર્પણ કરવામાં આવશે. તેમાં 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન (પેકેજ-VI) અને 27.50 કિલોમીટર લાંબા ગણદેવી-એના સેક્શન (પેકેજ-VII)નો સમાવેશ થાય છે. આ માર્ગો પર મેજર અને માઇનર બ્રિજ, ફ્લાયઓવર, રેલવે ઓવરબ્રિજ તેમજ વાહન અંડરપાસ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જે મુસાફરીને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવશે.

3 / 6
આ બંને પેકેજોમાં સ્થાનિક લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કુલ 70 અંડરપાસ અને બે ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, મુસાફરોને આરામદાયક સફરનો અનુભવ મળે તે માટે સાત આધુનિક રેસ્ટ એરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 8-લેન એક્સપ્રેસવે કાર્યરત થતાં દક્ષિણ ગુજરાત અને દેશના અન્ય વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ માલસામાનની અવરજવર ઝડપથી થઈ શકશે.

4 / 6
આ ઉપરાંત વડાપ્રધાન ₹4,732 કરોડના ખર્ચે હાથ ધરાનારા ચાર નવા માર્ગ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે. તેમાં NH-56ના ધમાસીયા-બિટાડા અને નસારપોર-મલોથા સેક્શનને ફોર-લેન બનાવવાની કામગીરી તેમજ સુરત-હજીરા નેશનલ હાઇવે (NH-53) પર નવા વ્હીકલ અંડરપાસ અને ફ્લાયઓવર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ પ્રદેશમાં ટ્રાફિકનું દબાણ ઘટશે અને પરિવહન વધુ સુગમ બનશે.

5 / 6
NH-56ના અપગ્રેડેશનથી નર્મદા, તાપી, વલસાડ અને છોટાઉદેપુર જેવા આદિજાતિ વિસ્તારોને સીધો લાભ મળશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના મહત્વપૂર્ણ પ્રવાસન અને ઔદ્યોગિક કેન્દ્રો સાથેની કનેક્ટિવિટી મજબૂત બનવાથી સ્થાનિક વેપાર, કૃષિ અને રોજગારની તકોમાં વધારો થવાની સંભાવના છે. કુલ 107.67 કિલોમીટર લાંબા ફોર-લેન માર્ગના નિર્માણથી મુસાફરીના સમયમાં આશરે 40 મિનિટનો ઘટાડો અને સરેરાશ ગતિમાં લગભગ 75 ટકા સુધીનો વધારો થવાની અપેક્ષા છે.

6 / 6
હજીરા વિસ્તારમાં પણ આશરે ₹149 કરોડના ખર્ચે 6-લેન ફ્લાયઓવર અને વ્હીકલ અંડરપાસનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ હજીરા બંદર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો માટે ભારે વાહનોની અવરજવરને વધુ સરળ અને અવરોધમુક્ત બનાવશે. પરિણામે ટ્રાફિકની ભીડમાં ઘટાડો થશે, દરિયાઈ વેપારને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક નાગરિકોને વધુ સુરક્ષિત તથા સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે.

Follow Us