
જીન્સ ને બદલે સુતરાઉ અને ખુલ્લાં કપડાં પહેરવાં જણાવ્યું છે. સિનિયર સીટીઝન અને અન્ય બિમારીથી પીડિત લોકોએ સવારે 10.30 થી સાંજે 6.30 વાગ્યા સુધી બહાર ન નિકળવું તેમ જણાવવામાં આવ્યું છે.

દર કલાકે 800 મિ.લી. પાણી કે પીણું પીવું જોઇએ તેમ જણાવ્યું છે. જેથી કરી શરીરમાં તાપમાન અને પાણીનું સંતુલન જળવાઈ રહે. સાથે કોઈ પણ વ્યક્તિને હ્રદયને લગતી તકલીફ જણાય તો નજીકના ડોકટરનો તાત્કાલિક સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે.