
બીજા સ્ટેપની વાત કરવામાં આવે તો પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTPની મદદથી લોગિન કરવું પડશે. હવે તમારે ડોક્યુમેન્ટ અપડેટ ઓપ્શન પર ક્લિક કરીને તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફાઈ કરાવવા પડશે. આ પછી, તમારે નીચેના ડ્રોપ લિસ્ટમાં જઈને ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપડેટ કરવી પડશે.

ત્રીજા સ્ટેપની વાત કરવામાં આવે તો પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમે જોશો કે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. ફોર્મ સબમિટ કર્યા પછી, તમને એક રિક્વેસ્ટ નંબર મળશે, જે તમારે સુરક્ષિત રાખવાનો છે. પછી થોડા દિવસોમાં તમારું આધાર અપડેટ થઈ જાય છે.