
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર આવેલું છે. આ એક માત્ર શિવમંદિર છે જ્યાં ભસ્મ આરતી થાય છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અહી ભવ્ય શ્રૃંગાર અને વિશેષ પુજા કરવામાં આવે છે. તમે ઉજ્જૈન રેલવે સ્ટેશનથી ઓટો કે રિક્ષામાં બેસી મંદીરે પહોંચી શકો છો

કાશીને ભગવાન શિવની સૌથી પ્રિય નગરી માનવામાં આવે છે. જે ઉત્તરપ્રદેશના વારણસીમાં છે. આ 12 જ્યોર્તિલિંગોમાંથી એક કાશી વિશ્વનાથ મંદિર સ્થિત છે. જે પવિત્ર શિવધામ છે. શ્રાવણ મહિનામાં દર સોમવારે અહી મોટી સંખ્યામાં શિવભક્તો આવે છે.અહીં પહોંચવા માટે, મંદિર વારાણસી રેલ્વે સ્ટેશનથી ઓટો કરાવી પહોંચી શકો છે.

ઝારખંડના દેવઘરમાં આવેલું વૈદ્યનાથ ધામ પૌરાણિક મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે લંકાના રાજા રાવણે અહીં એક શક્તિશાળી જ્યોતિર્લિંગ સ્થાપિત કર્યું હતું. તે 12 જ્યોતિર્લિંગમાં સામેલ છે. આ મંદિર કાંવર યાત્રા માટે પ્રખ્યાત માનવામાં આવે છે, જ્યાં લાખો ભક્તો જળ ચઢાવવા આવે છે. આ કારણે, શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડ ખૂબ વધી જાય છે.

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં 12 જ્યોર્તિલિંગોમાંથી એક ત્ર્યંબકેશ્વર મંદિર છે. જે ગોદાવરી નદીની પાસે આવેલું છે. આ જ્યોર્તિલિંગ ત્રિકાલદર્શી માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જો તમે દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમે પુણે કે મુંબઈથી બાય રોડ જઈ શકો છો.