
પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. શંકુ આકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળી અહીં પડી હતી. અહીંયા જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે. પાવાગઢ જવા માટે તમને અમદાવાદથી એસટી બસ મળી જશે. તેમજ જો તમારે ટ્રેન દ્વારા જવું છે તો અમદાવાદથી વડોદરા અને ત્યાંથી તમે બસ દ્વારા પાવાગઢ જઈ શકો છો. પાવાગઢ અમદાવાદથી 151 કિલોમીટર દુર આવેલું છે.

52મું શક્તિપીઠ ગુજરાતમાં આવેલું છે. જે ભરુચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે. અંબાજી, પાવાગઢ, બહુચરાજી બાદ ભરુચમાં આવેલા આ અંબાજી માતાજીના મંદિરને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.નવરાત્રીમાં ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરે માઈ ભક્તોએ ભીડ હોય છે. આ શક્તિપીઠ જવા માટે તમે બસ કે કાર દ્વારા જઈ શકો છો.

આ શક્તિપીઠ મધ્ય ગુજરાતમાં બહુચરાજીમાં આવેલી છે. અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ પડ્યો હતો. આજે આ સ્થળ બહુચરાજી નામે ઓળખાય છે. જો તમારે બહુચરાજી જવું છે તો બહુચરાજી અમદાવાદથી 113 કિલોમીટર દુર આવેલું છે.અહિ જવા માટે તમને બસ આસાનીથી મળી જશે.