
ઉતરાયણએ હિંદુઓનો તહેવાર છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અનેક નામો અને અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લોકો પતંગ ઉડાડીને મકરસંક્રાતિની ઉજવણી કરે છે.

ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ખુબ જ આકર્ષણમાં રહે છે. અહી પતંગોના જીવંત ઇતિહાસને દર્શાવતો થીમ પેવેલિયન બનાવવામાં આવે છે. તેમજ વિશ્વભરના પતંગ ઉત્સાહીઓ દ્વારા પતંગ ઉડાડવામાં આવે છે. શોપિંગ માટે હસ્તકલા બજાર પણ ખુલ્લી મુકવામાં આવે છે.

જો તમે પણ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં આવવાનો પ્લાન કરી રહ્યા છો. તો જાણી લો ક્યા શહેરમાં ક્યારે કાઈટ ફેસ્ટિવલ યોજાશે.

ઉત્તરાયણ 2026 સમગ્ર ગુજરાતમાં 10 થી 14 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે, જેની શરૂઆત 10 જાન્યુઆરીએ રાજકોટથી થશે, ત્યારબાદ 11 જાન્યુઆરીએ શિવરાજપુર, સુરત અને વડનગરમાં કાર્યક્રમો યોજાશે.

આ ઉજવણી 12 જાન્યુઆરીએ એકતા નગર (SOU)અને ધોળાવીરામાં ચાલુ રહેશે અને 13 અને 14 જાન્યુઆરીએ અમદાવાદમાં ભવ્ય ઉત્સવ સાથે સમાપ્ત થશે, જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ મુખ્ય ઉત્સવોનું આયોજન કરશે. આ તહેવાર ઉત્તર ભારતના અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ અને તમિલનાડુમાં પોંગલ તરીકે ઓળખાય છે.

ઉત્તરાયણ પર્વને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા અને ભાગ લેવા માટે દેશભરના પતંગબાજોને આમંત્રિત કરવા દર વર્ષે ગુજરાતમાં ‘ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ’યોજવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. ( All photo : gujarta turisam)