Travel Tips : ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ હોટ ડેસ્ટિનેશન પરફેક્ટ ઓપ્શન છે
શિયાળામાં મોટા ભાગના લોકો કાંઈ ફરવાનો પ્લાન બનાવતા હોય છે. ડિસેમ્બર મહિનામાં જો તમે ટ્રિપ પ્લાન કરી રહ્યા છો, તો ચાલો આજે તમને જણાવીશું શિયાળાની કડકડતી ઠંડીમાં ફરવા માટેના બેસ્ટ સ્થળ ક્યા છે.
1 / 5
ફરવા-ફરવાનું બધા લોકોને પસંદ હોય છે. શિયાળીની શરુઆત થઈ ચૂકી છે. મોટાભાગના લોકો પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવતા હોય છે. જો તમે પણ પરિવાર સાથે કે પત્ની અને મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે તમને કેટલાક એવા સ્થળ વિશે જણાવીશું જ્યાં તમે આરામથી ટ્રિપનો પ્લાન બનાવી શકો છો.
2 / 5
ડિસેમ્બરમાં ઠંડીમાં તમે ગોવા ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ મહિનામાં અહિનું તાપમાન 21 થી 32 ડિગ્રી સુધીનું હોય છે. ઠંડીની ઋતુમાં અહિ ફરવાનો પ્લાન બનાવી શકો છો. જ્યાં તમને સમુદ્ર કિનારે ખુબ શાંતિ મળશે.
3 / 5
પોયુલર ડેસ્ટિનેશનમાં રાજસ્થાનનું નામ ન આવે તે શક્ય નથી. ડિસેમ્બર મહિનામાં ફરવા માટે જેસલમેર જવાનો પ્લાન બનાવી શકો છો. અહિ ડિસેમ્બર મહિનામાં 20°C થી 30°C વચ્ચે તાપમાન રહે છે. તમે જેસલમેર ફોર્ટ સહિત અનેક મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.
4 / 5
જો તમારે બરફની મજા માણવી છે એટલે કે, સ્નોફોલનો આનંદ લેવો છે. તો ગુલમર્ગ ડેસ્ટિનેશન બેસ્ટ છે. અહિ આવી તમને ખુબ જ શાંતિ મળશે અને જો તમે કોઈ શોપિંગની સાથે બરફમાં અનેક એક્ટિવિટીનો પણ આનંદ માણી શકશો.
5 / 5
આ બધા સિવાય જો તમે ગુજરાતમાં જ ફરવા જવાનો પ્લાન ડિસેમ્બર મહિનામાં કરી રહ્યા છો. તો કચ્છ એક પરફેક્ટ સ્થળ છે. હાલમાં તો અહિ કચ્છમાં રણમહોત્સવ પણ ચાલી રહ્યો છે. તો તમે ડિસેમ્બર મહિનામાં આ ડેસ્ટિશનેશને મિસ ન કરતા.