
જ્યારે પણ ફરવાની વાત આવે તો લોકો લાંબા વીકએન્ડની રાહ જોઈને બેઠા હોય છે. કાં પછી શનિ-રવિની રજામાં પણ ફરવાનો પ્લાન બનાવી લે છે. મોટાભાગના લોકો ફરવા માટે નજીકના સ્થળો જ પસંદ કરે છે.વીકએન્ડમાં બે દિવસમાં તમે અહીં સરળતાથી મુલાકાત લઈ શકો છો. અહીં તમને ઓછી ભીડ અને પ્રદૂષણ જોવા મળશે.

જો તમે પણ ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું કે તમે ઓછા બજેટમાં કયા સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીં જઈને, તમને માત્ર એક અલગ અનુભવ જ નહીં મળે પણ તમે ખુબ મજા પણ કરી શકશો. તો ચાલો જાણીએ કે તમે ક્યાં ફરવાનો પ્લાન કરી શકો છો.

જો તમે પરિવાર સાથે વીકએન્ડમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ એવા સ્થળો છે. જ્યાં તમારા માતા-પિતાને પણ ફરવાની મજા આવશે. તમે ગીરનાર, ગીર, સોમનાથ, ઓસમ હીલ્સ અને ભાલકાતીર્થ જેવા સ્થળે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

અમદાવાદ નજીક પણ અનેક એવા સ્થળો આવેલા છે. જ્યાં નાના બાળકોથી લઈ સૌ કોઈને આ સ્થળો પસંદ આવશે. જેમાં પોલો ફોરેસ્ટ, ઈડર, શામળાજી, ડાકોર અને ગળતેશ્વરની મુલાકાત રજાઓમાં લઈ શકો છો.

જો તમે લાંબા સમયથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો પરંતુ કામના કારણે સમય નથી મળી રહ્યો, તો તમે શનિ રવિની રજામાં આ સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.વડોદરામાં તમે પાવાગઢ ચાંપાનેર, હાથણી માતા વોટરફ્લો,માંડવી લેક તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ફરવા માટે બેસ્ટ સ્થળો છે.

જ્યારે ચોમાસામાં ફરવાની વાત આવે તો સાપુતારા બધાનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. તેમજ વીલ્સન હિલ્સ ગીરા વોટરફોલો પણ ફરવા માટે સુંદર સ્થળો છે. (All photo : gujarattourism)