
જગ્યા જુઓ : હોટેલનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે. તેથી ધ્યાનમાં રાખો કે હોટેલ પર્યટન સ્થળોથી ખૂબ દૂર ન હોવી જોઈએ. તેના બદલે એવા સ્થાનો પર હોટેલ્સ શોધો જે ખાસ પર્યટન સ્થળોની નજીક હોય. આ સિવાય એ જાણવું પણ જરૂરી છે કે સાર્વજનિક પરિવહન, જેમ કે બસ સ્ટોપ અથવા મેટ્રો સ્ટેશન હોટેલથી કેટલું દૂર છે. તેનાથી તમારો સમય અને પૈસા બંનેની બચત થશે.

સર્વિસ વિશે જાણો : હોટેલમાં ઉપલબ્ધ સેવાઓ વિશે જાણો. કેટલીક હોટલમાં મફત નાસ્તો, પૂલ, ફિટનેસ સેન્ટર, સ્પા અને શટલ સેવા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય આ તમામ સુવિધાઓ માટે વધારાનો ચાર્જ વસૂલ કરે છે. તેથી આ બધી બાબતો વિશે અગાઉથી માહિતી મેળવો. આ સાથે તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટેલનું સ્થાન અને રૂમ પસંદ કરો.

સરખામણી કરો : જો તમને તમારી પસંદગી મુજબ હોટલ કે રૂમ મળે તો તરત જ બુકિંગ કરાવતા પહેલા તેની અન્ય હોટલ સાથે સરખામણી કરો. બંને હોટલના સ્થાન અને સુવિધાઓની સારી રીતે તુલના કરો અને તમારી અનુકૂળતા મુજબ હોટેલ બુક કરો.