
બ્લૂમબર્ગના અહેવાલમાં, લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ કહેવાતા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ અથવા QIP દ્વારા નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરી શકે છે. લોકોએ જણાવ્યું હતું કે પોર્ટ-ટુ-પાવર ગ્રૂપ બેન્કો સાથે શેર વેચાણ પર કામ કરી રહ્યું છે જે સપ્ટેમ્બરની શરૂઆતમાં થઈ શકે છે,

એક જાણકાર વ્યક્તિએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ તેના શેરહોલ્ડર બેઝને વિસ્તારવા અને પેઢીને આવરી લેવા માટે વધુ સંશોધન વિશ્લેષકોને આકર્ષિત કરવાના પ્રયાસોના ભાગરૂપે યુએસ સહિતના સંસ્થાકીય રોકાણકારોની શોધમાં છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચર્ચા ચાલી રહી છે અને કદ અને સમય સહિત ભંડોળ એકત્ર કરવાની વિગતોમાં ફેરફારો જોવા મળી શકે છે. આ મામલે અદાણી ગ્રુપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. મે મહિનામાં, અદાણી એન્ટરપ્રાઇઝે સંસ્થાઓને એક અથવા વધુ હપ્તામાં શેર વેચાણ સહિત અન્ય માધ્યમો દ્વારા 16,600 રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપી હતી.

બુધવારે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. ડેટા અનુસાર, બુધવારે કંપનીના શેર 3.59 ટકા એટલે કે 110.35 રૂપિયાના વધારા સાથે 3,185.25 રૂપિયા પર બંધ થયા હતા.

જો કે, કંપનીના શેર 3,091.40 રૂપિયા પર ખૂલ્યા હતા અને ટ્રેડિંગ સેશન દરમિયાન 3,189.95 રૂપિયાની દિવસની ટોચે પણ પહોંચ્યા હતા. ચાલુ વર્ષમાં અદાણીની ફ્લેગશિપ કંપનીના શેરમાં 9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરે લગભગ 25 ટકા વળતર આપ્યું છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.