સમગ્ર દેશ સહિત સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીને ભારતીય સંસ્કૃતિનો ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો તહેવાર માનવામાં આવે છે. હિન્દુ ધર્મની સાથે અન્ય ધર્મોમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, હિન્દુ ધર્મમાં કેટલાક એવા તહેવારો છે જે દિવસે નહિ પરંતુ રાત્રે સેલિબ્રેટ કરવામાં આવે છે.
મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે, એવું પણ કહેવામાં આવે છે કે,પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. શિવરાત્રિને કેટલાક લોકો મહારાત્રિ પણ કહે છે.મહા શિવરાત્રીમાં ચાર પ્રહરમાં પૂજા કરવામાં આવે છે.
હોલી કા દહન પણ રાત્રિના સમયે થાય છે. આ સિવાય નવરાત્રિનો તહેવાર પણ રાત્રિના સમયે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર જ્યારે પણ આપણે રાત્રે મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે તે તરંગોનું રૂપ ધારણ કરીને ભગવાન પાસે જાય છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અવાજ દિવસ કરતાં રાત્રે ખૂબ દૂર જાય છે, આ પણ રાત્રિના મહત્વનું કારણ હોઈ શકે છે.
આમ જો આપણે જોઈએ તો કેટલાક એવા તહેવારો છે, જે રાત્રિના સમયે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, દિવાળી, શરદપૂનમ, કરવા ચોથ, નવરાત્રિ, હોળી અને પોષી પૂનમ જેવા તહેવારો છે. (all photo : canva)
નવરાત્રિનો તહેવાર પણ રાત્રિના સમયે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર જ્યારે પણ આપણે રાત્રે મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે તે તરંગોનું રૂપ ધારણ કરીને ભગવાન પાસે જાય છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અવાજ દિવસ કરતાં રાત્રે ખૂબ દૂર જાય છે, આ પણ રાત્રિના મહત્વનું કારણ હોઈ શકે છે.
દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.