Big Order : ગ્રીન એનર્જી કંપનીને ગુજરાતમાંથી મળ્યો 1200 કરોડનો મોટો ઓર્ડર, સ્ટોકમાં 8%નો વધારો, રોકાણકારોના રાજીરાજી !
રિન્યુએબલ એનર્જીનો શેરમાં આજે એટલે કે 23 ડિસેમ્બરના રોજ વધારો જોવા મળ્યો છે. સોમવારે એક તબક્કે કંપનીના શેરમાં 8 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ તેજી પાછળનું કારણ કંપનીને ગુજરાતમાંથી મળેલું 1200 કરોડ રૂપિયાનું કામ છે.
1 / 8
ગ્રીન સ્ટોકમાં આજે એટલે કે 23 ડિસેમ્બરના રોજ વધારો જોવા મળ્યો છે. સોમવારે એક તબક્કે કંપનીના શેરમાં 8 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ તેજી પાછળનું કારણ કંપનીને ગુજરાતમાંથી મળેલું રૂ. 1200 કરોડનું કામ છે. તમને જણાવી દઈએ કે, શેરબજારોને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું છે કે 1200 કરોડ રૂપિયાનો લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) મળ્યો છે.
2 / 8
આજે કંપનીના શેર 6 ટકાથી વધુના વધારા સાથે BSEમાં રૂ. 471 પર ખૂલ્યા હતા. પરંતુ થોડા સમય બાદ કંપનીના શેરની કિંમત 8 ટકા વધીને 479.30 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી.
3 / 8
તમને જણાવી દઈએ કે, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી(Sterling & Wilson Renewable Energy) એક વૈશ્વિક કંપની છે. કંપની રિન્યૂએબલ એનર્જી ક્ષેત્ર માટે બાંધકામ, એન્જિનિયરિંગ અને પ્રોક્યરોમેંટ સેવાઓ પ્રદાન કરે છે. કંપનીનો પોર્ટફોલિયો 20.7 GWpનો છે.
4 / 8
ભારત ઉપરાંત સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જીનો બિઝનેસ દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ ફેલાયેલો છે.
5 / 8
આજના ઉછાળા છતાં કંપનીના શેરના ભાવ છેલ્લા એક મહિનામાં માત્ર 2.5 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જીનો શેર 6 મહિનામાં 37 ટકા ઘટ્યો છે.
6 / 8
એક વર્ષમાં કંપની પોઝિશનલ રોકાણકારોને માત્ર 6 ટકા વળતર આપવામાં સફળ રહી છે. કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી 828 રૂપિયા છે અને કંપનીનું 52 સપ્તાહનું નીચલું સ્તર 424.55 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 10,910.02 કરોડ છે.
7 / 8
બીએસઈના ડેટા અનુસાર, કંપનીએ માત્ર એક જ વાર ડિવિડન્ડ આપ્યું હતું. તે પણ 2020માં, ત્યારબાદ કંપનીએ પાત્ર રોકાણકારોને શેર દીઠ રૂ. 6નું ડિવિડન્ડ ચૂકવ્યું છે.
8 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.