
PDF Text Editor : જો તમે તમારા ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવા માંગો છો, તો તમારી પાસે આ વિકલ્પ પણ છે. આ પીડીએફ એડિટર તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.2 સ્ટાર મળ્યા છે. પ્લેટફોર્મ પરથી 1 કરોડથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. આમાં તમે માત્ર ટેક્સ્ટ જ નહીં પરંતુ ઈમેજીસ અને પીડીએફ પણ એડિટ કરી શકો છો.

Adobe Acrobat Reader : આ એપ્લિકેશન દ્વારા તમે ફોટા, ટેક્સ્ટ વગેરે સરળતાથી એડિટ કરી શકો છો. તમે આમાં ગમે તે ફેરફાર કરી શકો છો. આમાં તમને ઘણી ફાઇલોને સેવ કરવાનો વિકલ્પ મળે છે. તમે આમાં કમ્પ્રેસ પણ કરી શકો છો. આ એપ્લીકેશન્સ સિવાય તમને બીજી ઘણી એપ્સનો વિકલ્પ મળી રહ્યો છે. તમે તેમની સમીક્ષાઓ અને રેટિંગ્સ વાંચ્યા પછી તમારી ઇચ્છા મુજબ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
Published On - 1:24 pm, Tue, 10 December 24