કમાણીની ‘મોટી તક’! Tata Group નો આ શેર 18% સસ્તામાં મળી રહ્યો છે, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

ટાટા ગ્રુપની એક જાણીતી કંપનીએ પોતાના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે અને પરિણામો આવતા જ શેરબજારમાં રોકાણકારો તેમજ બ્રોકરેજ હાઉસિસમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં આ શેર પોતાની સર્વોચ્ચ સપાટીથી આશરે 18% નીચે ટ્રેડ કરી રહ્યો છે, જેથી નિષ્ણાતોના મતે વર્તમાન સપાટી પરથી તેમાં મોટો ઉછાળો આવવાની પૂરી શક્યતા છે.

| Updated on: Aug 07, 2026 | 4:54 PM
1 / 7
ટાટા ગ્રુપની રિટેલ કંપનીના જૂન ક્વાર્ટર (Q1FY27 Results) ના પરિણામો બાદ બ્રોકરેજ હાઉસ Share ને લઈને સકારાત્મક વલણ ધરાવે છે. કંપનીના વેચાણમાં વૃદ્ધિની ઝડપ થોડી ધીમી જરૂર પડી છે પરંતુ અપેક્ષા કરતાં સારા માર્જિન અને મજબૂત નફાએ વિશ્લેષકોનો વિશ્વાસ વધાર્યો છે. આ જ કારણ છે કે, ઘણા બ્રોકરેજે પોતાના ટાર્ગેટ પ્રાઇસ વધારી દીધા છે અને BUY/Overweight રેટિંગ જાળવી રાખ્યું છે. હાલમાં ટાટા ગ્રુપની કંપનીનો શેર આશરે ₹2,997.00 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે તેનો 52-સપ્તાહનો હાઇ ₹3,782 છે. આમ જોવા જઈએ તો, Stock તેની સર્વોચ્ચ સપાટીથી આશરે 18 ટકા નીચે છે.

2 / 7
બ્રોકરેજ રિપોર્ટ્સ અનુસાર, પ્રથમ ક્વાર્ટરમાં ટાટા ગ્રુપની કંપનીનું EBITDA માર્જિન અનુમાન કરતાં સારું રહ્યું છે. ગ્રોસ માર્જિનમાં સુધારો, કોસ્ટ કંટ્રોલ અને ઓટોમેશનનો ફાયદો કંપનીની પ્રોફિટેબિલિટીમાં સ્પષ્ટ દેખાયો છે. જો કે, સમાન સ્ટોર વેચાણ (Like-for-Like Growth) લો-સિંગલ (Low-single) ડિજિટમાં રહ્યું છે. તેમ છતાં પણ શ્રેષ્ઠ પ્રોડક્ટ મિક્સ અને ઓપરેશનલ એફિશિયન્સીએ નફાને મજબૂત જાળવી રાખ્યો છે. કંપનીએ એ પણ સંકેત આપ્યો છે કે, કાચા માલની પડતર વધી રહી છે પરંતુ સપ્લાય ચેઇનમાં સુધારો, સપ્લાયર્સ સાથે વધુ સારું તાલમેલ અને સંતુલિત પ્રાઇસિંગ દ્વારા માર્જિન પરના દબાણને સીમિત રાખવાના પ્રયાસો ચાલુ રહેશે.

3 / 7
મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે, વિસ્તરણની વ્યૂહરચનામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. Zudio ના નવા સ્ટોર્સનો મોટો હિસ્સો આગળ પણ ટિયર-2 અને ટિયર-3 શહેરમાં ખોલવામાં આવશે. કંપનીએ Westside, Zudio અને Star ફોર્મેટ માટે આખા વર્ષના સ્ટોર ઉમેરવાનો લક્ષ્યાંક પણ જાળવી રાખ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે, નાના શહેરોમાં નવા સ્ટોર શરૂઆતી વર્ષોમાં મેટ્રો શહેરોની સરખામણીએ ધીમી ઝડપે પરિપક્વ (મેચ્યોર) થશે પરંતુ લાંબાગાળે આ જ બજાર કંપનીની ગ્રોથનો મોટો આધાર બની શકે છે.

4 / 7
Motilal Oswal એ Trent પર BUY રેટિંગ જાળવી રાખતા ₹3,775 (વર્તમાન ભાવથી 21.50 ટકા અપસાઇડ) નો ટાર્ગેટ આપ્યો છે. Trent પર આવેલા બ્રોકરેજના રિપોર્ટ્સમાંથી સૌથી વધુ ટાર્ગેટ MOSL એ આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે, નબળી Like-for-Like ગ્રોથ હોવા છતાં કંપનીએ શાનદાર માર્જિન પ્રદર્શન કર્યું છે. આ જ આધારે તેણે FY27 અને FY28 માટેના EBITDA અનુમાનો વધારી દીધા છે.

5 / 7
Nuvama એ પણ BUY રેટિંગ દોહરાવતા ટાર્ગેટ પ્રાઇસ ₹3,591 (15.5 ટકા અપસાઇડનો ટાર્ગેટ) કરી દીધો છે, જે પહેલાં ₹3,219 હતો. બ્રોકરેજનું કહેવું છે કે, સતત શ્રેષ્ઠ માર્જિન પ્રદર્શને વધતી પડતરની અસરને કેટલીક હદ સુધી સંતુલિત કરી છે. Morgan Stanley એ સ્ટોક પર Overweight રેટિંગ જાળવી રાખતા ટાર્ગેટ પ્રાઇસ ₹3,151 થી વધારીને ₹3,406 (9.6 ટકા અપસાઇડ) કરી નાખી છે. તેના જણાવ્યા અનુસાર, પ્રથમ ક્વાર્ટરમાં માર્જિન અપેક્ષા કરતાં ખૂબ સારા રહ્યા છે, જેના કારણે EBITDA અનુમાનો વધારવામાં આવ્યા છે.

6 / 7
Bernstein એ Outperform રેટિંગ સાથે ₹3,500 (12.6 ટકા અપસાઇડ) નું લક્ષ્ય જાળવી રાખ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નવા Zudio સ્ટોર્સના કારણે પ્રતિ ચોરસ ફૂટ વેચાણ પર થોડું દબાણ ચોક્કસ આવ્યું છે પરંતુ આ હજુ પણ એપેરલ રિટેલ સેક્ટરમાં સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓમાં જોડાયેલ છે.

7 / 7
બ્રોકરેજ હાઉસનું માનવું છે કે, હાલમાં Trent ની સૌથી મોટી તાકાત તેનું મજબૂત માર્જિન, શિસ્તબદ્ધ વિસ્તરણ અને વેલ્યૂ રિટેલ સેગમેન્ટમાં મજબૂત પકડ છે. ભલે સમાન સ્ટોર વેચાણની ઝડપ હાલમાં સીમિત હોય પરંતુ વધુ સારી પ્રોફિટેબિલિટી અને નાના શહેરોમાં વિસ્તરણની વ્યૂહરચના આવનારા સમયમાં કંપનીની ગ્રોથને ટેકો આપી શકે છે. આ જ કારણ છે કે, મોટાભાગના બ્રોકરેજ વર્તમાન સપાટી પર પણ શેરને લઈને સકારાત્મક રહેલા છે.

Published On - 4:53 pm, Fri, 7 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.