
બીજો શેર IRCTC છે જે રોકાણકારોએ 1022 - 1024 વચ્ચેના ભાવે ખરીદવાની સલાહ આપી છે. આ શેરની લક્ષ્ય કિંમત રૂપિયા 1100 થી 1195 વચ્ચેની છે. જેનો સ્ટોપ લોસ રૂપિયા 1015 છે. કંપનીનો 52 સપ્તાહનો હાઇ રૂપિયા 1148 છે.જ્યારે 52 સપ્તાહ નીચું સ્તર 614 છે. આ શેર સોમવારે 3.54% વધારા સાથે 1,030.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ત્રીજો સ્ટોક Tata Power Company Ltd છે જે 434-439 ની કિંમતે ખરીદવાની સલાહ એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે. જેની લક્ષ્ય કિંમત રૂપિયા 460 થી 476 સુધીની છે. આ શેરનો સ્ટોપ લોસ રૂપિયા 430 છે. શેરનું 52 સપ્તાહનું હાઇ રૂપિયા 464 છે. શેરનું 52 સપ્તાહ નીચું સ્ટાર 217 રૂપિયા છે. આ શેર સોમવારે 1.97% વધારા સાથે 9:28 કલાકે 441.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ચોથો શેર છે Indian Oil Corporation Ltd જેને 168 ની કિંમતે ખરીદવાની એક્સપર્ટ દ્વારા સલાહ આપવામાં આવી છે. લક્ષ્ય કિંમતની વાત કરવામાં આવે તો તેની કિંમત 175 થી 196 વચ્ચે છે. જ્યારે સ્ટોપ લોસ રૂપિયા 168 છે. શેરનું 52 સપ્તાહનું હાઇ રૂપિયા 85 છે અને 52 સપ્તાહ નીચું સ્ટાર 197 રૂપિયા છે.એક્સપર્ટ દ્વારા આ ચાર શેર ખરીદવાની સલાહ આપી છે. આ શેર સોમવારે 2.39% ના વધારા સાથે 172.43 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.