
ઇલેક્ટ્રિક ટાટા કર્વની રેન્જ 450થી 500 કિલોમીટર સુધી જઈ શકે છે. જો કે, કંપનીએ હજુ સુધી તેના બેટરી પેકનો ખુલાસો કર્યો નથી. તેને 1.2 લિટર, 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર, 4-સિલિન્ડર ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરી શકે છે. આમાં, પ્રથમ 125bhpનો પાવર જનરેટ કરી શકે છે. બાદમાં ટાટા કર્વને સીએનજી ફ્યુઅલ વિકલ્પ સાથે પણ લોન્ચ કરી શકે છે.

મહત્વનું છે કે ટાટાએ આ કર્વનું પેટ્રોલ/ડીઝલ મોડલ Hyundai Creta, Maruti Grand Vitara અને Kia Seltos સાથે સ્પર્ધા કરશે. આ દરેક ગાડી 10થી 15 લાખની વચ્ચે મળે છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ગાડીનું બેઝ મોડલ 10 લાખની આસપાસ મળી શકે છે.