
આ અઠવાડિયે, TCSની માર્કેટ વેલ્યૂ અંદાજિત 27,334 કરોડ રૂપિયા ઘટીને 11 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જેના કારણે શેરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

હાલની સ્થિતિ મુજબ કેટલાક રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, રિલાયન્સની સ્થિતિ પણ કઈંક આવી જ છે. તેની માર્કેટ વેલ્યૂ 24 હજાર કરોડ રૂપિયા ઘટીને 19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ સિવાય HDFC બેંકને પણ ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. આ કંપનીની માર્કેટ વેલ્યૂ લગભગ 20 હજાર કરોડ ઘટીને 15 લાખ કરોડ જેટલી થઈ ગઈ છે. આવી જ રીતે, ભારતી એરટેલની માર્કેટ વેલ્યૂ લગભગ 12 હજાર કરોડ ઘટી છે અને હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ વેલ્યૂ પણ 7 હજાર કરોડ જેટલી ઘટી છે.