
ગર્ભ : જો તમે રાત્રે કોઈ ગર્ભવતી સ્ત્રીને જુઓ છો કે ગર્ભ પડતો દેખાય તો તે સંતાનના સુખમય જીવનનો સંકેત આપે છે.

ગળું : ગળું ફાડીને રાડો પાડવી કે રડવું તે પરિવારમાં સુખ-શાંતિનો સંકેત છે. ગળું કાપવું અથવા કાપેલું જોવું તે કોઈ કાર્ય કે પદમાં સફળતા પ્રાપ્ત થશે તેવું સૂચન કરે છે.

ગાવું : કોઈ ગીત ગાવું, સાંભળવું અથવા કોઈને ગાતા જોવું તે મહામુસિબત આવવાના સંકેતો છે.

ગોતા : પોતાને ડૂબકી લગાવતા જોવું કે અન્ય કોઈ વ્યક્તિને જોવું તે કોઈ સંકટ માંથી બહાર નીકળવાના સંકેતો છે.

ઘુંટણ : સપનામાં ઘુંટણ પર હાથ ફેરવવો, ઘુંટણ ટેકવવા એ કોઈ સાથે વાદ-વિવાદમાં સફળતા પ્રાપ્ત કરવાના સંકેત છે.

ઘુંટ : ઘુંટડે-ઘુંટડે કંઈક પીવું તે ગંભીર રીતે બિમાર પડવાની સંભાવના દર્શાવે છે.

થપ્પડ : પોતે થપ્પડ ખાવી તે શુભ માનવામાં આવ્યું છે અને કોઈ બીજાને ઝાપટ મારવી તે અશુભ માનવામાં આવે છે.

ચરબી : કોઈ જીવ-જંતુની ચરબી જોવી તે અગ્નિકાંડ થવાના સંકેત આપે છે અથવા અગ્નિને લીધે વધારે નુકસાન થવાની સંભાવના દર્શાવે છે તેમજ ગાય-ભેંસનું ચામડું જોવું અશુભ છે. વાઘનું ચામડું જોવું શુભ માનવામાં આવે છે.

ચાટવું : સ્વપ્નમાં કોઈ ચીજને ચાટવી એ સ્ત્રી સુખની પ્રાપ્તિના સંકેત છે.

ચુંબન : સમાન ઉંમરના સ્ત્રી-પુરુષનું કિસ કરવું તે અશુભ માનવામાં આવે છે. નાના બાળકોની કિસ જોવી તે અત્યંત શુભ માનવામાં આવે છે. કોઈ મોટા વડિલોનું ચુંબન માન-સન્માનની પ્રાપ્તિના યોગ બનાવે છે.

ચહેરો : સ્વપ્નમાં સ્પષ્ટ ચહેરો જોવો અશુભ છે. આ ચહેરો બોલતો ના હોવો જોઈએ. અસ્પષ્ટ, ધૂંધળો ચહેરો જોવો તે શુભ માનવામાં આવે છે.

ચોંકી જવું : સ્વપ્ન જોઈને તરત ચોંકી જવું, ઊંઘ તુટી જવી સ્વપ્નના ફળને નિષ્ફળ કરી દે છે. ત્યારે જોવામાં આવેલા સપનાનું કોઈ જ ફળ મળતું નથી.
Published On - 2:16 pm, Tue, 8 October 24