સ્વપ્ન સંકેત : તમે ક્યારેય સપનામાં કુશ્તીને કે શોપિંગ કરતા જોઇ છે? જાણો તે ભવિષ્યમાં શું ફળ આપશે

|

Oct 26, 2024 | 2:22 PM

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટી વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

1 / 9
કુમારીપૂજન : સપનામાં કુમારીપૂજન કરવું એ શુભ માનવામાં આવે છે. લાંબા સમય સુધી જીવન સુખમય અને શાંત રહેવાની સંભાવના છે. આ એક દૂર્લભ સ્વપ્ન છે. સંજોગે જ કોઈને આવું સપનું આવે છે.

2 / 9
કુશ્તી : કુશ્તી લડવી કે જોવી, તેના અલગ-અલગ ફળ બતાવવામાં આવ્યા છે. કુશ્તીમાં વિજય થવો કે પોતાના પરિચિતને વિજય થતા જોવા તે કામ બગડવાના સંકેતો છે.

3 / 9
કોણી મારવી : સપનામાં કોણી મારવી અને કોણી મારતા જોવી તે માન-સન્માન મળવાનું સૂચક છે. કોઈ સ્ત્રી આવું સપનું જોવે તો તેનું ફળ અશુભ મળે છે.

4 / 9
ભીડ : ભીડ જોવી કે તેમાં જવું , તે કોઈ ખુશીના સમારોહમાં જવાના સંકેત છે. ભીડ કોઈના મૃત્યુ થવાની હોય અને મૃતદેહ જોવા મળે તો તેને અત્યંત મંગલકારી માનવામાં આવ્યું છે.

5 / 9
કૂદવું : સપનામાં કોઈ ઊંચા સ્થાનથી કૂદવું તે અસફળકતા અને નિરાશાના સંકેતો છે. અચાનક કોઈ પ્રકારની હાનિ થવાના સંકેતો છે.

6 / 9
ખરાબ કહેવું : કોઈને ખરાબ કહેવું કે કોઈ તમને ખરાબ કહેતું જોવા મળે તો તે શત્રુએ બનાવેલી યોજના સફળ થવાના સંકેતો છે.

7 / 9
કોળિયો : ભોજન જમતી વખતે કોળિયો મોંઢામાંથી પડતા જોવો તે આત્મીય કે પરિજનના મૃત્યુના સંકેતો છે. કોઈ દુખદ ઘટના સાંભળવા મળે તેમજ જેના કારણે જમવાનું પણ ન મળે તેવી પરિસ્થિતિ બની શકે છે.

8 / 9
શોપિંગ :  વસ્તુઓ ખરીદવાનું સપનું આવે તો તે વસ્તુ ચોરી થવાની સંભાવના છે. એટલા માટે આવી વસ્તુ પ્રત્યે સજાગ રહેવું જોઈએ.

9 / 9
લોહી લુહાણ : સપનામાં કોઈ પણ પ્રકારનું લોહી લુહાણ જોવું તે અથવા તેમાં ભાગ લેવું તે પરિવારની સુખ-શાંતિ વધવાના અને ધન-ધાન્ય મળવાની સૂચના છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Photo Gallery